દાહોદની રેલ્વે મેઈન હોસ્પિટલમાં ઓક્સિજન ગેસ પ્લાન્ટનો શુભારંભ કરાયો, રેલવેના મહાપ્રબંધકે વીડિયો કોન્ફરન્સથી કર્યુ લોકાર્પણ

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદની રેલ્વે મેઈન હોસ્પિટલમાં ઓક્સિજન ગેસ પ્લાન્ટનો શુભારંભ કરાયો, રેલવેના મહાપ્રબંધકે વીડિયો કોન્ફરન્સથી કર્યુ લોકાર્પણ

રેલ્વેના મહાપ્રબંધક આલોક કંસલે કર્યુ લોકાર્પણ, ગેસ પ્લાન્ટ 180 LPMની કેપિસિટી ધરાવે છે લોકાર્પણમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર્સ, નર્સ તેમજ રેલ્વેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

સુવિધાનો શુભારંભ:દાહોદની રેલ્વે મેઈન હોસ્પિટલમાં ઓક્સિજન ગેસ પ્લાન્ટનો શુભારંભ કરાયો, રેલવેના મહાપ્રબંધકે વીડિયો કોન્ફરન્સથી કર્યુ લોકાર્પણ

દાહોદ તા.09

રેલ્વેના મહાપ્રબંધક આલોક કંસલે કર્યુ લોકાર્પણ, ગેસ પ્લાન્ટ 180 LPMની કેપિસિટી ધરાવે છે લોકાર્પણમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર્સ, નર્સ તેમજ રેલ્વેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

આજે ગુરૂવારના રોજ દાહોદની રેલ્વે મેઈન હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાતાં હોસ્પિટલની સુવિધાઓમાં વધુ એક સુવિધાનો ઉમેરો થયો હતો. દાહોદનું રેલ્વે મેઈન હોસ્પિટલ બ્રિટિશ કાળમાં બનાવવામાં આવ્યું હતું. જ્યારે દાહોદ જિલ્લામાં જૂજ દવાખાના હતા, ત્યારે આ દવાખાનું રેલ કર્મીઓની સાથે નાગરિકો માટે જીવાદોરી સમાન હતું. કોરોના કાળમાં પણ આ દવાખાનાએ કેટલાયે દર્દીઓના જીવ બચાવ્યા હતા જો કે, આ દવાખાનામાં આજે ગુરૂવારના રોજ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાતાં એક સુવિધા વધી ગઈ છે.

આજે તારીખ 9 ડિસેમ્બરના રોજ પશ્ચિમ રેલ્વેના મહાપ્રબંધક આલોક કંસલ દ્વારા દાહોદના રેલ્વે મેઈન હોસ્પિટલમાં ઓક્સિજન ગેસ પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ ગેસ પ્લાન્ટ 180 LPMની કેપિસિટી ધરાવે છે. નોંધનીય છે કે હોસ્પિટલમાં 31 બેડ હાલમાં સ્થિત છે. આ ઓક્સિજન 31 દર્દીઓ માટે ઉપયોગી બનશે તેમજ રેલ્વેમાં ફરજ બજાવતા કર્મીઓ તથા પરિવારજનોની સાથે સાથે બહારથી જે દર્દીઓ આવશે એમને પણ આ પ્લાન્ટ દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ ઓક્સિજન પ્લાન્ટના શુભારંભમાં દાહોદ રેલ્વે મેઈન હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર્સ, નર્સ તેમજ રેલ્વેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article