સરસવા પૂર્વ ખાતે પંચમહાલ ડેરી સંચાલિત નવીન દૂધ શીત કેન્દ્ર નો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો.

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી:- સુખસર / શબ્બીર સુનેવાલ :- ફતેપુરા

સ્વ:ભૂરાભાઈ કટારા નું સ્વપ્ન થયું સાકાર

સરસવા પૂર્વ ખાતે પંચમહાલ ડેરી સંચાલિત નવીન દૂધ શીત કેન્દ્ર નો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો.

ગુજરાત સરકારના દંડક રમેશભાઈ કટારા ના હસ્તે યોજાયો કાર્યક્રમ

૫.૮૦ કરોડ ના ખર્ચે દૈનિક ૩૦ હજાર લિટર ક્ષમતાવાળું શીત કેન્દ્ર બનશે.

સુખસર,તા.27

ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ ગામે પંચમહાલ ડેરી સંચાલિત નવીન દૂધ શીત કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું હતું. જેનું ખાતમુહૂર્ત કાર્યક્રમ ગુજરાત સરકારના દંડક રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ વિસ્તારની પ્રજાને હવે દૂધ ભરવા માટે લીમડી નહીં જવું પડે.પંચમહાલ ડેરીના એમ.ડી સહિત કર્મચારીઓ અને આસપાસના સરપંચો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ફતેપુરા તાલુકામાં સ્વર્ગીય અને પૂર્વ ધારાસભ્ય ભૂરાભાઈ કટારાનું સ્વપ્ન હતું કે તાલુકામાં દૂધ શીત કેન્દ્ર બને.અને તેના માટે તમામ અહેવાલ પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઇ ભરવાડને મોકલી આપવામાં આવ્યો હતો.જેઓનું સ્વપ્ન હવે સાકાર થયું હતું.તાલુકાના સરસવા પૂર્વ ખાતે પંચમહાલ ડેરી સંચાલિત દૂધ શીત કેન્દ્ર મંજૂર કરાયું હતું.હાલમાં ફતેપુરા તાલુકામાં થી ૧૭ હજાર જેટલું દૈનિક દૂધ લીંમડી ખાતે લઈ

 

 

જવામાં આવે છે.જેમાં સરસવા પૂર્વ ખાતે 30000 લિટર દૈનિક ક્ષમતાવાળું દૂધ શીત કેન્દ્ર નો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના દંડક રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. 5.80 કરોડના ખર્ચે નવીન દૂધ શીત કેન્દ્ર બનાવવામાં આવશે.આ કાર્યક્રમમાં પંચમહાલ ડેરીના એમ.ડી મિતેશભાઇ મહેતા, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આંબલીયાર, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોર,તાલુકા ભાજપ પ્રમુખ રામાભાઇ પારગી,મહિલા મોરચાના નીલમબેન ડીંડોર સહિત ભાજપના કાર્યકર્તાઓ આસપાસના ગામોના સરપંચો દૂધ મંડળીના સંચાલકો પંચમહાલ ડેરીના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.દૂધ શીત કેન્દ્ર માટે જમીન આપનાર કીર્તિપાલસિંહ ચૌહાણ દ્વારા રજવાડી સંસ્કૃતિ અનુસાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા સ્વર્ગસ્થ ભૂરાભાઈ કટારાને યાદ કરાયા હતા. અને તેઓનું સપનું સાકાર થયું હોવાનું જણાવ્યું હતું.

Share This Article