
જીગ્નેશ બારીયા રાજેશ વસાવે :- દાહોદ
ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામેથી પોલીસે નાકાબંધી દરમિયાન ફોરવીલ ગાડી માં લઇ જવાતો 67 હજાર ઉપરાંત નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
પોલીસે વિદેશી દારુ તેમજ ગાડી મળી પોણા ચાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો,
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સીમળીયા બુઝર્ગ ગામે પોલીસની નાકાબંધી દરમ્યાન એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૬૭,૯૨૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.૩,૭૭,૯૨૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.
ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે ગત તા.૨૫મી ઓક્ટોમ્બરના રોજ નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની બની હતી અને નજીક આવતાંની સાથે ચારેય તરફથી ગાડીની ઘેરી લઈ તેમાં સવાર ચાલક જયેશભાઈ અજીતભાઈ ગણાવા (રહે. અભલોડ, ધોળાદાતા ફળિયું,
તા.ગરબાડા, જિ.દાહોદ) ની અટક કરી પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ. ૫૪૦ કિંમત રૂા. ૬૭,૯૨૦ નો મુદ્દામાલ સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૩,૭૭,૯૨૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————————-