
ગરબાડા તાલુકાના સીમળીયામાં રહેણાંક મકાનમાં આગ લગતા ઘરવખરી તેમજ મૂંગા પશુ બળીને ભડથું થયાં
આગના બનાવમાં મકાન માલિકને લાખોનું નુકશાન
આગના બનાવના પગલે મકાનમાલિક સર્વસ્વ ગુમાવ્યું
સદભાગ્યે કોઈ જાનહાની નહિ
ગરબાડા તાલુકાના સીમલીયા ગામે અકસ્માતે લાગેલી આગમાં એક મકાન નો ઘરવખરીનો સામાન તેમજ મુંગા પશુ બળીને રાખ થઈ જતા ઘર માલિકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચતું હોવાની પ્રાથમિક તબક્કે માહિતી મળી રહી છે.
મળતી માહિતી અનુસાર ગરબાડા તાલુકાના સીમલીયા ગામ ના મોહનીયા ફળિયાના રહેવાસી પાનસિંગ ભાઈ દલસિંહભાઈ મોહનિયા ના કાચા મકાનમાં મકાનમાં ગતરોજ અકસ્માતે આગ ફાટી નીકળતા આગે જોતજોતામાં પ્રચંડ સ્વરૂપ ધારણ કરતા મકાન મુકેલો ઘરવખરીનો સામાન તેમજ એક ભેંસ બળીને ખાખ થઇ જતા મકાનમાલિકને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે