દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ… ઝાલોદ તાલુકાના ઠુંઠી કંકાસીયા ગામના બાયપાસ રોડ પરથી પોલીસે ફોરવહીલ ગાડીમાંથી 2.60 લાખનો વિદેશી દારૂ તેમજ બોલેરો ગાડી મળી 4.09 લાખના મુદ્દામાલ સાથે એક ની અટકાયત કરી 

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ… ઝાલોદ તાલુકાના ઠુંઠી કંકાસીયા ગામ ના બાયપાસ રોડ પરથી પોલીસે બોલેરો ગાડીમાંથી 2.60 લાખનો વિદેશી દારૂનો બોલેરો મળી 4.09 લાખના મુદ્દામાલ સાથે એક ની અટકાયત કરી 

દાહોદ તા.૦૯

 દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઠુંઠીકંકાસીયા ગામે બાયપાસ હાઈવે રોડ પરથી પોલીસે બોલરો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો કિંમત રૂા.૨,૫૯,૫૬૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.૪,૦૯,૫૬૦ના મુદ્દામાલ સાથે ચાલકની અટક કર્યાંનું જાણવા મળે છે.

 ગત તા.૦૮મી ઓક્ટોમ્બરના રોજ ઝાલોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે ઠુંઠીકંકાસીયા ગામે બાયપાસ હાઈવે રોડ પર વોચ ગોઠવી ઉભા હતાં. આ દરમ્યાન બાતમીમાં દર્શાવેલ એક બોલેરો ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને બોલેરો ગાડી નજીક આવતાંની સાથેજ તેને ચારેય તરફથી ઘેરી લઈ બોલેરો ગાડીના ચાલક રાજુભાઈ વિક્રમભાઈ અડ (રહે. ખાટાવાડ, ઝાલોદ, તા.ઝાલોદ, જિ.દાહોદ) ની અટકાયત કરી હતી. પોલીસે બોલેરો ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ બીયરની પેટીઓ નંગ.૬૭ જેમાં કુલ બોટલો નંગ. ૨૬૬૪ કિંમત રૂા. ૨,૫૯,૫૬૦ ના પ્રોહી જથ્થા સાથે બોલેરો ગાડીની કિંમત મળી કુલ રૂા. ૪,૦૯,૫૬૦ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત ચાલક વિરૂધ્ધ ઝાલોદ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

———————————

Share This Article