
કલ્પેશ શાહ :- સિંગવડ
સીંગવડ તાલુકાના વીસી દ્વારા વર્ષો જૂની માગણી લઇને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવી આવેદનપત્ર આપવામાં આવ્યું
સીંગવડ તા.04
સિંગવડ તાલુકા ના વીસી જે પાયાની તમામ ડિજિટલ કામ કરતા ઇ-ગ્રામ ની માંગણી છેલ્લા 2016 થી સરકાર સમક્ષ કરવામાં આવી છે જ્યારે વીસી દ્વારા ડિજિટલ કામગીરી કરતા આ વીસી ને 2006થી કમિશન બેજ પર કામગીરી કરતા હોય એને પગારધોરણ આપવામાં આવ્યું નથી જેને લીધે સિંગવડ તાલુકા ના વિસી ઓ દ્વારા સીંગવડ તાલુકા પંચાયત .ટી.ડી ઓ તથા સીંગવડ મામલતદાર ઓફિસમાં કાળી પટ્ટી ધારણ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું જ્યારે આ આવેદન પત્રમાં વિવિધ માંગણીઓ છે જેમાં છેલ્લા કેટલાક સમયથી સતત સરકારી કર્મચારીઓએ કામ કરેલ તેવા કામ કરતા હોય છે જ્યારે સરકારના 240 દિવસ ના નિયમ મુજબ નિયમનો અમલ કરીને નિયમ મુજબ કાયમી કરવા ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના પોલીસી રદ કરીને સરકાર દ્વારા ધારાધોરણ મુજબ પગારધોરણ અમલવારી થાય અને વીસીઇ ને કાયમી કર્મચારી તરીકે રક્ષણ આપવું તથા વર્ગ-૩ નો દરજ્જો આપી સરકારી કર્મચારી જાહેર કરવા તથા સરકારી લાભો આપવા તમામ સરકારી યોજનાની ખેડૂતો ને લગતી ડિજિટલ સેવા સેતુ કામગીરી કરતા વીસી ને કાયમી કેડરમાં ફેરવીને સરકારી કર્મચારી તરીકે ઓળખાય તેવી માંગ સાથે તારીખ 5 10 ના રોજ કાળી પટ્ટી ધારણ કરી તાલુકા પંચાયત તથા મામલતદાર સિંગવડ ની ઓફિસમાં સિંગવડ તાલુકા ના બધા વીસી ભેગા થઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જોવા આ માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો તારીખ 13 ના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસ માટે પ્રતિક ઉપવાસ ચીમકી આપવામાં આવી