દાહોદ રેલવે સ્ટેશન નજીક અજાણી ટ્રેનની અડફેટે 45 વર્ષીય વ્યક્તિનું મોત..

Editor Dahod Live
2 Min Read

જીજ્ઞેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ રેલવે સ્ટેશન નજીક અજાણી ટ્રેનની અડફેટે 45 વર્ષીય વ્યક્તિનું મોત:

દાહોદ તા.૧૪

દાહોદ રેલવે સ્ટેશન પશ્ચિમ યાર્ડ તરફ રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે એક અજાણ્યો પુરૂષ આવી જતા ગંભીર ઈજાઓને પગલે તેને વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતાં જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાનું જાણવા મળે છે. ઘટનાની જાણ સ્થાનિક રેલવે પોલીસ પોલીસને થતા પોલીસ કાફલો તાબડતોબ સ્થળ પર દોડી હતો બાદમાં મૃતકને નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે રવાના કરી દેવામાં આવ્યો હતો.

ગત તારીખ ૧૨મી સપ્ટેમ્બરના રોજ રાત્રીના એક વાગ્યા આસપાસ દાહોદ રેલવે સ્ટેશન તરફ પશ્ચિમ યાર્ડમાં ડાઉન લાઈન પાસે કોઈપણ ટ્રેનની અડફેટે એક અજાણ્યો પુરૂષ ઉંમર વર્ષ આશરે ૪૫ વર્ષનો ટ્રેનની અડફેટે આવી જતાં તેને શરીરે, હાથે – પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ દાહોદ રેલવે પોલીસને થતાં તેઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને આ અંગેની જાણ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અને કરાતા તેઓ પણ તાબડતોડ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ગંભીર ઈજાગ્રસ્ત અજાણ્યા ઈસમને વડોદરાની હોસ્પિટલ ખાતે રવાના કરી દેવામાં આવ્યાં હતો પરંતુ જ્યાં ગંભીર ઈજાઓને પગલે અજાણ્યા પુરૂષનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. દાહોદ રેલવે પોલીસ દ્વારા આ મામલે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી સીઆરપીસી કલમ મુજબ ગુનો નોંધી મૃતક અજાણ્યા ઈસમના વાલીવારસોની શોધખોળનો આરંભ કર્યો છે.

————–

Share This Article