દાહોદ જિલ્લામાં પાંચ જુદી-જુદી જગ્યાએ ચાલતા શ્રાવણિયા જુગાર ધામ પર પોલીસના દરોડા: 78 હજારના મુદ્દામાલ સાથે ૩૫ જુગારીયાઓ ઝડપાયા.

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે:-  દાહોદ

દાહોદ જિલ્લામાં પાંચ જુદી-જુદી જગ્યાએ ચાલતા શ્રાવણિયા જુગાર ધામ પર પોલીસના દરોડા: 78 હજારના મુદ્દામાલ સાથે ૩૫ જુગારીયાઓ ઝડપાયા.

દાહોદ તા.૩૧

દાહોદ જિલ્લામાં પાંચ જુદા જુદા સ્થળોએ રમાતા જુગાર ધામ પર પોલીસે ઓંચિતાં છાપા મારી રોકડા રૂપીયા ૭૮ હજારની રોકડ રકમ સાથે ૩૫ જેટલા જુગારીઓને ઝડપી પાડ્યાંનું જ્યારે મોબાઈલ ફોન પણ કબજે કર્યાંનું જાણવા મળે છે.

જુગાર ધામ પર છાપાનો પ્રથમ બનાવ ફતેપુરા પોલીસે બાર સલેડા ગામે ખુલ્લામાં રમાતા જુગારધામ પર ઓચિંતો છાપો મારી રૂા.૧૬.૮૧૦ની રોકડ રકમ સાથે ૧૭ જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં તથા સીગવડ ગામે મસ્જીદની બાજુમાં ખુલ્લામાં જાહેરમાં રમતા જુગાર પર પણ પોલીસે ઓચિંતો છાપો મારી રૂા.૨૨,૭૬૮ની રોકડ રકમ સાથે ત્રણ મોબાઈલ ફોન સાથે પાંચ જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં. દેવગઢ બારીઆ તાલુકાના કાપડી મછી ફળિયામાં રમાતા જુગારધામ પર પોલીસે રેડ કરી રૂા.૧૬,૪૦૦ની રોકડ રકમ સાથે ચાર જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં. દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરીયા ગામે પીટીસી કોલેજ ફળિયામાં ખુલ્લામાં જાહેરમાં રમતા જુગારધામ પર પોલીસે ઓંચિતી રેડ કરી રૂા.૧૦,૧૦૦ની રોકડ રકમ સાથે ચાર જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં. દાહોદ શહેરમાં આવેલ ગરબાડા ચોકડી, શાક માર્કેટમાં રમાતા જુગાર ધામ પર પણ પોલીસે ઓચિંતો છાપો મારી ૦૫ જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂપીયા ૧૨,૪૦૦ની રોકડ રકમ કબજે કરી હતી.

આ સમગ્ર મામલે જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

——————————

Share This Article