જીગ્નેશ બારીઆ :- દાહોદ/ જયેશ ગારી :- કતવારા
દાહોદ તાલુકાના કતવારા ધરમપુરી ફળીયામાં ત્રણ તસ્કરો કાચા મકાનમાં બકોરું પાડી ચોરીના ઇરાદે પ્રવેશ્યા
ઘરધણી જાગી જતા ત્રણ પૈકી બે તસ્કરો ચાંદીના દાગીના લઇ અંધારામાં પલાયન
તસ્કરો પાછળ મકાન માલિક દોડતા માથામાં ટામી જેવો લોખંડનો સળીયો મારતા થઈ ગંભીર ઈજાઓ
3 પૈકી એક ચોરને આસપાસના લોકોએ ઝડપી પાડી પોલીસને કર્યો હવાલે
તસ્કરો મકાનમાંથી થી 70 હજારથી વધુના દાગીનાની ચોરી કરી ચોર લૂંટારુઓ થયા ફરાર
કાંતિભાઈની ફરીયાદના આધારે કતવારા પોલીસએ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી
દાહોદ તા.૩૦
તસ્કરો એ કાચા મકાનમાં બાકોરું પાડી પ્રવેશ કર્યો
દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના કતવારા ગામનો ચકચારી બનવા સામે આવ્યો છે જેમાં રાત્રીના સમયે ત્રણ ચોર ચોરી કરવાના ઈરાદે એક મકાનમાં બાકોરૂં પાડી ઘુસ્યાં હતાં અને આ દરમ્યાન ઘરધણી જાગી જતાં બે ચોર ચાંદીના દાગીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયાં હતાં જ્યારે ત્રણ પૈકી એક ચોરનો પીછો કરતાં ચોરે ઘરધણીને લોખંડની ટામી માથાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી પરંતુ ઘરધણીએ ચોરનો પ્રતિકાર કરી તેને ઝડપી પાડ્યો હતો અને ગ્રામજનો દ્વારા ઝડપાયેલ ચોરને પોલીસને હવાલે કરતાં આ સમગ્ર બનાવના સમાચાર તાલુકા સહિત જિલ્લામાં વાયુવેગ ફેલાતાં ચોરના રાત્રી આતંકને પગલે જિલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ભેગા થયેલા આસપાસના લોકોએ એક તસ્કર ને ઝડપી પાડયો
ગતરોજ મોડી રાત્રીના ત્રણેક વાગ્યાના આસપાસ દાહોદ તાલુકાના કતવારા ગામે ધરમપુરી ફળિયામાં રહેતાં કાંતિભાઈ ભાભોર તથા તેમના પરિવારજનો ઘરમાં મીઠી નિંદર માણી રહ્યાં હતાં. આ દરમ્યાન ત્રણ જેટલા ચોર ઈસમોએ કાંતિભાઈના મકાનમાં બાકોરૂં પાડી ચોરી કરવાના ઈરાદે ઘુસ્યાં હતાં. ચોરો દ્વારા કાંતિભાઈના મકાનમાંથી ચાંદીના દાગીના અંદાજે ૭૦ હજાર જેટલી કિંમતના દાગીના ચોરી કરી ફરાર થવાની ફિરાકમાં હતાં કે તેવા સમયે કાંતિભાઈ જાગી ગયાં હતાં અને ચોરોનો પ્રતિકાર કરતાં ચોરો નાસવા લાગ્યાં હતાં. આ દરમ્યાન બે ચોરો ચાંદીના દાગીના લઈ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયાં હતાં જ્યારે એક ચોરનો કાંતિભાઈએ પ્રતિકાર કરી પીછો કરતાં ચોરે કાંતિભાઈના માથામાં લોખંડની ટામી જેવો હથિયાર કાંતિભાઈના માથામાં મારી દેતાં કાંતિભાઈ લોહીલુહાણ થઈ ગયાં હતાં પરંતુ ઈજાગ્રસ્ત હોવા છતાંય કાંતિભાઈએ હિંમત ન હારી ચોરનો પ્રતિકાર કરી ચોરને ઝડપી પાડ્યો હતો. આ ઘટનાની જાણે મોડી રાત્રે ગ્રામજનોમાં વાયુવેગે ફેલાતાં લોક ટોળા કાંતિભાઈના ઘર તરફ દોડી ગયાં હતાં અને ઝડપાયેલ ચોરને બાંધી દીધો હતો અને સવારે ઝડપાયેલ ચોરને કતવારા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
મોડીરાત્રીની ચોરીની ઘટનાને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો ત્યારે ઝડપાયેલ ચોરની પોલીસ દ્વારા સઘન પુછપરછ આરંભ કરવામાં આવે તો તેના અન્ય બે સાગરીતો સહિત તેની અન્ય ચોર ગેંગનો પણ પર્દાફાર્શ થાય તેમ છે.
આ સમગ્ર મામલે કતવારા પોલીસે કાયદેસરની કાર્યવાહી ધરી તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.
——————————-