Sunday, 13/07/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના રૂપાખેડામાં ઇન્ડિકા ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં બળીને ભસ્મીભૂત:ત્રણનો આબાદ બચાવ…

July 28, 2021
        1516
ફતેપુરા તાલુકાના રૂપાખેડામાં ઇન્ડિકા ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં બળીને ભસ્મીભૂત:ત્રણનો આબાદ બચાવ…

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના રૂપાખેડામાં ઇન્ડિકા ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં બળીને ભસ્મીભૂત:ત્રણનો આબાદ બચાવ.

 રૂપાખેડા હાઈવે માર્ગ ઉપરથી પસાર થતી ઇન્ડિકા કાર નંબર-જીજે.૦૧-એચએલ-૪૬૯૯ મા શોર્ટસર્કિટના લીધે આગ લાગી હતી.

 સુખસર,તા.૨૮

  ફતેપુરા તાલુકાના ફતેપુરા થી બલૈયા ક્રોસિંગ તરફ જતા હાઈવે માર્ગ ઉપર આજરોજ સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં ઈન્ડીકા ગાડીમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતાં તેમાં સવાર ત્રણ જેટલા વ્યક્તિઓ સમય સુચકતા વાપરી ગાડીમાંથી નીકળી જતા તેઓનો આબાદ બચાવ થવા પામ્યો હોવાનું જ્યારે ઈન્ડીકા ગાડી ઉપર આગે સંપૂર્ણ કાબુ મેળવી લેતા બળીને ભસ્મીભૂત થઇ ગઇ હોવાનું જાણવા મળે છે.

     જાણવા મળેલી વિગતો મુજબ આજરોજ સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં ફતેપુરા થી બલૈયા ક્રોસિંગ તરફ જતા માર્ગ ઉપર રૂપાખેડા પ્રાથમિક શાળા પાસે હાઈવે માર્ગ ઉપર ઇન્ડિકા કાર નંબર-જીજે.૦૧.એચએલ-૪૬૯૯ માં શોર્ટ સર્કિટના કારણે એન્જિનમાં આગ ભભૂકી ઉઠી હતી.જેની ચાલકને જાણ થતા તાત્કાલિક ગાડી ઉભી રાખી સમય સુચકતા વાપરી ગાડી બંધ કરી તેમાં સવાર અન્ય બે વ્યક્તિઓ ગાડીની બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થવા પામ્યો હોવાનું જાણવા મળે છે.જ્યારે આ ગાડી ઉપર આગે સંપૂર્ણ કાબૂ મેળવી લેતા બળીને ભસ્મીભૂત થઇ જવા પામી હોવાનું જાણવા મળે છે.તેમજ હાજર લોકો દ્વારા જાણવા મળ્યા મુજબ આ ઇન્ડિકા કાર રૂપાખેડાની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!