
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ આમ આદમી પાર્ટીએ મોંઘવારીના વિરોધમાં રેલી કાઢી ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવ્યો
દાહોદ તા.24
મોંઘવારીને લઈને કેન્દ્ર અને રાજ્ય સકરકારને ઘેરવા માટે હવે વિપક્ષી પાર્ટીઓએ કમર કસીછે. એક પછી એક વિપક્ષી પાર્ટીઓ પેટ્રોલ ડીઝલ અને ખાદ્ય ચીજ વસ્તુઓના વધતા જતા ભાવોને લઈને સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે.ત્યારે આજ રોજ દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીએ દાહોદના સ્વામી વિવેકાનંદ ચોકથી રેલી સ્વરૂપે નીકળી દાહોદના રાજમાર્ગો ઉપર ફરીને વધતી જતી મોંઘવારી સામે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે ભારે સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
જોકે આમ આદમીના કાર્યકર્તાઓએ રોડની વચ્ચે બેસીને સરકાર સામે નારા મારી વિરોધ નોંધાવ્યો હતો અને વધતી જતી મોંઘવારીને કાબુમાં લેવા સરકાર નિષ્ફળ નીવડી છે તેવું જણાવ્યું હતું જોકે ખાસ કરીને આમ આદમી પાર્ટીના પ્રમુખે જણાવ્યું હતુંકે પેટ્રોલ ડીઝલ મોંઘવારીને કાબુમાં લેવા અને રોજગારી વધારવા માટે ભાજપની અને મોદીની સરકાર સત્તામાં આવી હતી અને એજ સરકારના રાજમાં પેટ્રોલ ડીઝલ મોંઘવારી ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ આસમાને છે અને બેરોજગારી પણ વધતી જાય છે ત્યારે મોદી સરકાર તેને કાબુમાં લેવા નિષ્ફળ નીવડી છે ત્યારે આરોગ્યના ઠેકાણા નથી તેવા અનેક સમસ્યાઓના પ્રશ્નો છે તેને કાબુમાં લેવા નહીતો જનતા હવે સરકારને સત્તા પરથી હટાવી દેશે તેવું તેમને જણાવ્યું હતું.