જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ જીલ્લા મા કોરાના ના લાબા સમય બાદ 2 કેસ પોઝીટીવ નોધાયા
2 કેસ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યુ
બીજી લહેર મા દાહોદ જીલ્લા મા કુલ કોરાના થી 338 લોકો એ ગુમાવ્યા હતા જીવ
3 જી લહેરની સંભાવના ના પગલે લોકો પણ સાવચેતી રાખે તે જરુરી
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લામાં આજે છેલ્લા ઘણા દિવસો બાદ કોરોના ૦૨ કેસો નોંધાયાં છે. લગભગ એક સપ્તાહ પહેલાં કોરોનાનો માત્ર એક કેસ નોંધાયો હતો ત્યારે આજે વધુ ૦૨ કોરોના કેસો નોંધાતાં દાહોદ જિલ્લામાં એક્ટીવ કેસનો આંકડો ૦૩ ને પાર થયો છે.
આર.ટી.પી.સી.આર. અને રેપીટ ટેસ્ટના મળી કુલ ૨૪૪૮ પૈકી આજે ૦૨ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ બંન્ને કેસ દાહોદ અર્બનમાંથી નોંધાયાં છે. લગભગ દોઢ – બે માસના સમયગાળા દરમ્યાન કોરોનાની બીજી લહેર દાહોદ જિલ્લામાં શાંત પડી ગઈ હતી અને લગભગ દશેક દિવસ અગાઉ માત્ર કોરોનાનો એક કેસ સામે આવ્યો હતો ત્યારે આજે ફરીવાર ૦૨ કેસ સામે આવતાં દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર ફરી એલર્ટ બન્યું છે. આજના બે કોરોના પોઝીટીવ સાથે દાહોદ જિલ્લામાં કોરોના એક્ટીવ કેસની સંખ્યા ૦૩ ને પાર થઈ છે ત્યારે કોરોનાની બીજી લહેર શાંત પડ્યાં પછી હવે કોરોનાની ત્રીજી રહેરની પણ આશંકાઓ વર્તાઈ રહી છે જેને પગલે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર સમેત આરોગ્ય તંત્ર દ્વારા ત્રીજી લહેરને લઈ આગોતરી તૈયારીઓ પણ આરંભ કરી દીધી છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૭૧૧૬ને પાર થઈ ગઈ છે. દાહોદ જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી ૩૩૮ લોકો પોતાનો જીવ ગુમાવી ચુંક્યાં છે.
——————-
