Tuesday, 30/04/2024
Dark Mode

માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત.. ફતેપુરામાં હિટ-એન્ડ -રનનો બનાવ,… ફતેપુરાના મોટાનટવામાં પૂરપાટ આવતી ફોરવીલ ગાડીની અડફેટે રોડની સાઈડમાં વૃક્ષ ઉછેરની કામગીરી કરી રહેલા શ્રમિકનું પ્રાણપંખેરું ઉડ્યું…

June 28, 2021
        1052
માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત.. ફતેપુરામાં હિટ-એન્ડ -રનનો બનાવ,… ફતેપુરાના મોટાનટવામાં પૂરપાટ આવતી ફોરવીલ ગાડીની અડફેટે રોડની સાઈડમાં વૃક્ષ ઉછેરની કામગીરી કરી રહેલા શ્રમિકનું પ્રાણપંખેરું ઉડ્યું…

બાબુ સોલંકી :-  ફતેપુરા 

ફતેપુરા તાલુકાના મોટાનટવામાં ફોર વ્હીલર ગાડીના ચાલકે શ્રમિક બે લોકોને અડફેટમાં લેતાં એકનું મોત.

 એન્જોય ગાડી નંબર-જીજે-૨૩.એએલ-૪૬૬૬ ના ચાલકે ચીખલીના રાયસીંગભાઈ કટારાને અડફેટમાં લેતા મોત નીપજ્યું: સ્થળ ઉપર ગાડી મુકી ચાલક ફરાર.

( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૮

#Paid pramotion

Contact us :- sunrise public school 

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં ટુ-ફોર વ્હીલર વાહન ચાલકો ની બેદરકારીથી દિનપ્રતિદિન અકસ્માતો વધતા જાય છે.તેવીજ રીતે આજરોજ ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ મોટાનટવા માર્ગ ઉપર એન્જોય ગાડીના ચાલકે તેના કબજાની ગાડીને પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઈડમાં વૃક્ષ ઉછેરની કામગીરી કરી રહેલ ચીખલી ગામના આશરે ૪૫ વર્ષીય વ્યક્તિને અડફેટમાં લઇ અકસ્માત સર્જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયુ હોવાનું જાણવા મળે છે.

જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ચીખલી ગામે રહેતા રાયસીંગભાઈ જ્યોતિભાઈ કટારા ખેતીવાડી તથા પાટડીયા ખાતે આવેલ જંગલ ખાતાની નર્સરીમાં રોજમદાર તરીકે કામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા જેઓ આજે સવારના પાડલીયા નર્સરીમાં કામ માટે જવાનું હોવાનું જણાવી ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ પાડલીયા નર્સરીથી વૃક્ષ વાવેતરની કામગીરી માટે મોટાનટવા ગામે નાની ઢઢેલીરોડ ઉપર ગયા હતા ત્યાં સવારના સાડા નવ વાગ્યાના અરસામાં રાયસીંગભાઈ તથા અન્ય બે જણાઓ રસ્તાની સાઈડમાં બેઠા હતા તેવા સમયે નાની ઢઢેલી થી સુખસર તરફ આવી રહેલ ફોરવીલર એન્જોય ગાડી નંબર-જીજે.૨૩-એએન-૪૬૬૬ ના ચાલકે પૂરપાટ અને ગફલતભરી રીતે પોતાના કબજાની ગાડીને હંકારી લાવી રાયસીંગભાઈ કટારા ના અને અડફેટમાં લેતા ગાડીના પેડા રાયસીંગભાઈ ઉપર ફરી વળ્યા હતા જેઓને પગે શરીર અને માથા માં ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું જ્યારે ગાડીનો ચાલક અકસ્માત બાદ ગાડીને સ્થળ ઉપર છોડી ફરાર થઈ ગયો હતો રાયસીંગભાઈ નું અકાળે મોત નીપજતાંપરિવારમાં રોકકળ મચી જવા પામી હતી.
ઉપરોક્ત અકસ્માત સંદર્ભે મૃતક રાયસીંગભાઈ કટારાના પુત્ર સુરેશ ભાઈ રાયસીંગભાઈ કટારાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે અકસ્માત મોત અન્વયે ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી લાશનુ સુખસર સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ બાદ લાશનો કબજો તેમના વાલીવારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!