જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદમાં કોરોના ગાઇડલાઇન તેમજ જાહેરનામાના ભંગ કરનારા લોકો પર તવાઈ : એસડીએમ નગરપાલિકા તેમજ પોલીસ તંત્રની સંયુક્ત કામગીરી દરમિયાન વધુ 5 દુકાનો સીલ કરી
દાહોદમાં જાહેરનામાનો ભંગ તેમજ સરકારી નિયંત્રણ દરમિયાન વસ્તુઓના વેપારીઓ દ્વારા પોતાની દુકાન ખુલ્લી રાખતા વહીવટીતંત્રે કાર્યવાહી કરી
આજરોજ સીલ કરવામાં આવેલી 5 દુકાનોમાં કાપડ, મોબાઇલનો શોરૂમ, જનરલ સ્ટોરનો સમાવેશ
દાહોદ તા.13
દાહોદ શહેરમાં જાહેરનામાના ભંગ તેમજ સોશિયલ ડિસ્ટન્સના અભાવના કારણે તંત્ર દ્વારા આજે વધુ ૫ દુકાનો શીલ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેરમાં કોરોના સંક્રમણ ન ફેલાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.અને દુકાનો તેમજ રોજગાર ધંધા ઉપર સોશિયલ ડિસ્ટન્સ

જળવાઈ રહે તેમજ જાહેરનામાનો ભંગ ન થાય તે માટે પાલિકા તંત્ર અને પોલીસ તંત્રની સંયુક્ત ટીમ દ્વારા દાહોદ શહેરમાં ઘણી દુકાનોને દુકાનોને જાહેરનામાના ભંગ બદલ અગાઉ સીલ કરવામાં આવી હતી.ત્યારે આજે વધુ ૫ દુકાનોને સીલ કરાતા વેપારી આલમમાં આપણા ફેલાઈ જવા પામ્યો છે. આજે સીલ કરવામાં આવેલ દુકાનો પૈકી એક ગણેશ હોજીયરી, ડોનીયર કપડાંની દુકાન, રાજ એમ્બ્રોડરી, ભારત જનરલ સ્ટોર,અને mi મોબાઇલની દુકાનને જાહેરનામાના ભંગ બદલ સીલ કરવામાં આવી હતી.
