Thursday, 13/03/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં રોકેટગતીનો વધારો:જિલ્લામાં આજે 110 કેસોના નોંધાયા:વધુ 6 લોકો મોતને ભેટ્યા

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં રોકેટગતીનો વધારો:જિલ્લામાં આજે 110 કેસોના નોંધાયા:વધુ 6 લોકો મોતને ભેટ્યા

જીગ્નેશ બારીયા :- દાહોદ

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં રોકેટગતીનો વધારો:છેલ્લા એક પખવાડિયામાં દરરોજના સરેરાશ 100 કેસોના નોંધાયા
છેલ્લા એક પખવાડિયામાં કુલ 1000 હજાર ઉપરાંત નવા કેસો નોંધાયા 
આજે વધુ 110 નવા કેસોનો ઉમેરો થયો:વધુ 6 લોકોએ મોતને ભેટ્યા
દાહોદ શહેર તેમજ ગ્રામ્ય થતાં ઝાલોદ નગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાજનક વધી રહેલા કેસોથી ફફડાટ ફેલાયો 

દાહોદ તા.૨૮

દાહોદ જિલ્લામાં આજે વધુ ૧૧૦ કોરોના પોઝીટીવ કેસ નોંધાયાં છે. આજે વધુ ૦૬ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવતાં કુલ મૃત્યુઆંક ૨૨૪ ને પાર થઈ ચુંકી છે ત્યારે બીજી તરફ રાહતના સમાચાર એ છે કે, આજે એક સાથે ૮૪ લોકો કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આર.ટી.પી.સી.આર.ના ૧૧૧૭ પૈકી ૭૭ અને રેપીટ ટેસ્ટના ૧૭૮૧ પૈકી ૩૩ મળી આજે ૧૧૦ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૧૧૦ પૈકી દાહોદ અર્બનમાંથી સૌથી વધુ ૨૫ કેસો નોંધાયાં છે ત્યારે દાહોદ ગ્રામ્યમાંથી ૨૨, ઝાલોદ અર્બનમાંથી ૦૮, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૫, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૫, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૫, લીમખેડામાંથી ૦૩, સીંગવડમાંથી ૦૨, ગરબાડામાંથી ૦૬, ધાનપુરમાંથી ૦૪, ફતેપુરામાંથી ૦૭ અને સંજેલીમાંથી ૦૩ કેસો નોંધાયાં છે. વધતાં કેસોની સામે એક્ટીવ કેસોની સંખ્યામાં પણ ઘરખમ વધારો જાેવા મળી રહ્યો છે. એક્ટીવ કેસોની સંખ્યા વધીને ૮૧૬ને પાર થઈ ચુંકી છે. રાહતાના સમચાાર એ છે કે, દરરોજ સાજા થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. આજે ૮૪ લોકોએ કોરોના સામે જંગ જીતી હોસ્પિટલમાંથી રજા લીધી હતી. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો કુલ આંકડો ૪૯૦૩ને પાર થઈ ચુંક્યો છે.

————————————–

error: Content is protected !!