રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક….
Contents
- દાહોદમાં વર્ષોથી બંધ પડેલું અજુમન દવાખાનું ફરી શરૂ કરવાની તૈયારીમાં…
- 50 થી 60 બેડ ધરાવતો હોસ્પિટલ હાલની વિકટ પરિસ્થિતિમાં કોરોનાંના દર્દીઓ માટે મુકવામાં આવશે
- હોસ્પિલ પુનઃ શરૂ કરવા “અંજુમને હૈદરી એન્ડ હુસૈની ચેરિટેબલ ડીસ્પેન્સરી ટ્રસ્ટના વહીવટદારો દ્વારા કરાઈ પહેલ
- હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે સાફસફાઈ કરી સહુના સાથ અને સહકારથી આગામી ૧૫ થી ૨૦ દિવસમાં હોસ્પિટલ પુનઃ શરૂ થવાનો અનુમાન
- સ્પિટલ શરૂ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા મદદની માંગણી કરાઈ
- દાહોદ તા.25
- કોરોના સંક્રમણની બીજી લેયર ખૂબ જ ઘાતક અને ખતરનાક રીતે ત્રાટકી આશરે 20થી ૪૫ વર્ષના ઉંમરના લોકોને સંક્રમિત કરી હાહાકાર મચાવી દીધો છે. જેમાંથી અડધા દર્દીઓને ઓક્સિજન તેમજ વેન્ટિલેટર પર મૂકવાની ફરજ પડી છે. આવી વિકટ પરિસ્થિતિમાં કેટલાય લોકો ટપોટપ આ કાળના ખપ્પરમાં હોમાઈ ગયા છે. દાહોદ શહેર સહિત જિલ્લાના તમામ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓથી હાઉસફુલ થઈ જવા પામ્યા છે. તેમજ કેટલાક ખાનગી હોસ્પિટલોમાં તો ઓક્સિજન, બાઈપેપ, વેન્ટિલેટર જેવી સુવિધાવાળા બેડ મળવા પણ મુશ્કેલ ભર્યા લાગી રહ્યા છે. કોરોના ગ્રસ્ત દર્દીઓ સહિત પરિવારજનો ખૂબ જ મુશ્કેલી ભર્યા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે.ત્યારે આવા કપરાકાળમાં માનવતાના કાજે “અંજુમને હૈદરી એન્ડ હુસૈની ચેરિટેબલ ડીસ્પેન્સરી ટ્રસ્ટના વહીવટદારો દ્વારા આગળ આવી વર્ષોથી બંધ પડેલા અંજુમન દવાખાનાને ફરી શરૂ કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે.2004 થી બંધ પડેલું અજુમન દવાખાના ટ્રસ્ટના આગેવાનો નજમુદ્દીન ગાગરડીવાલા,બુરહાનભાઈ બુટવાલા,સિકંદર અલી સૈયદ,હુસેનભાઈ ગાગરડીવાલા,ઇશમાઈલભાઈ જાદલીવાલાના આગેવાનો એકત્ર થઈ જિલ્લા કલેક્ટરના સાથે અજુમન દવાખાનામાં કોવીડ સેન્ટર શરૂ કરવા માટે મંજૂરી માંગવામાં આવી છે.જેથી અજુમન ટ્રસ્ટના હોદ્દેદારોની રજુઆત બાદ જિલ્લા કલેક્ટર અજુમન દવાખાનાની મુલાકાત લઈ નિણર્ય લેવાનું જણાવ્યું હતું.જેથી અજુમન ટ્રસ્ટના આગેવાનો દ્વારા અજુમન દવાખાનાને સફાઈ હાથ ધરવામાં આવી છે. જીલ્લા કલેક્ટર દવાખાનાની મુલાકાત લીધા પછી આશરે 15 થી 20 દિવસમાં અજુમન દવખાનામાં 50 થી 60 બેડ ધરાવતો હોસ્પિટલ કાર્યરત થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. તેમજ તમામ બેડમાં ઓક્સિજનના બોટલો પણ મૂકવામાં આવશે.હાલ વર્ષો પછી અજુમન દવાખાનામાં આજથી સાફ-સફાઈ કરવાની તૈયારીઓ ચાલુ થઇ જતા વરસોથી બંધ પડેલ હોસ્પિટલ ચાલુ થવાની લોકોમાં આશા જાગી છે.
-
દાહોદમાં વર્ષોથી બંધ પડેલું અજુમન દવાખાનું ફરી શરૂ કરવાની તૈયારીમાં…
-
50 થી 60 બેડ ધરાવતો હોસ્પિટલ હાલની વિકટ પરિસ્થિતિમાં કોરોનાંના દર્દીઓ માટે મુકવામાં આવશે
-
હોસ્પિલ પુનઃ શરૂ કરવા “અંજુમને હૈદરી એન્ડ હુસૈની ચેરિટેબલ ડીસ્પેન્સરી ટ્રસ્ટના વહીવટદારો દ્વારા કરાઈ પહેલ
-
હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે સાફસફાઈ કરી સહુના સાથ અને સહકારથી આગામી ૧૫ થી ૨૦ દિવસમાં હોસ્પિટલ પુનઃ શરૂ થવાનો અનુમાન
-
સ્પિટલ શરૂ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા મદદની માંગણી કરાઈ
