Thursday, 21/11/2024
Dark Mode

દાહોદના રળીયાતી ખાતે બંધ મકાનમાં અકસ્માતે લાગી આગ : વીજઉપકરણો સહિતનો સરસામાન આગની લપટોમાં બળીને ખાખ

દાહોદના રળીયાતી ખાતે બંધ મકાનમાં અકસ્માતે લાગી આગ : વીજઉપકરણો સહિતનો સરસામાન આગની લપટોમાં બળીને ખાખ

જીગ્નેશ બારીઆ @ દાહોદ 

દાહોદ તા.31
દાહોદ તાલુકાના રળિયાતી ગામના એક રહેણાંક મકાનમાં અકસ્માતે આગ ફાટી નીકળતા કોઈક કઈ સમજે તે પહેલા આગની લપટોએ આખા મકાનને લપેટમાં લેતા મકાનમાં મુકેલ ઇલેકટ્રીક વીજ ઉપકરણો તેમજ અન્ય સરસમાન બળીને રાખ થઇ જતાં મકાન માલિકને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના રળીયાતી ગામના રહેવાસી અશ્વિનભાઈ અંબાલાલ સાંસીના પરિવારમાં મોત થયું હોવાથી આજે સવારે મકાનને તાળું મારી સ્મશાનમાં ક્રિયા કરવા ગયા હતા.તે સમયે બંધ મકાનમાં અકસ્માતે આગ ફાટી નીકળી હતી.જોકે આગની લપટોએ જોતાજોતામાં બંધ મકાનને લપેટમાં લઇ લીધું હતું.ત્યારે આગના બનાવની જાણ આસપાસના લોકોને થતા લોકોના ટોળાં ઘટનાસ્થળે એકત્ર થઈ મકાનનો લોક તોડી આગને ઓલવવાના પ્રયાસમાં લાગી ગયા હતા.જયારે આ આગના બનાવની જાણ દાહોદ અગ્નિશામક દળને થતા અગ્નિશામક દળના ફાયર ફાયટરોએ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગ ઓલવી દીધી હતી.જોકે આ આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી.પરંતુ આગની અગનજવાળાઓમાં મકાનમાં લાગેલ ટીવી, ફ્રિજ, એસી, જેવા ઇલેક્ટ્રિક વીજ ઉપકરણો, સોફાસેટ તેમજ અન્ય ઘરવખરીનો સરસામાન બળીને રાખ થઈ જતા મકાનમાલિકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યો હોવાની જાણકારીઓ હાલ પ્રાપ્ત થઈ રહી છે.

error: Content is protected !!