જીગ્નેશ બારીયા @ દાહોદ
સંજેલીના તરકડા મહુડી ગામે સામુહિક નરસંહારમાં મૃત્યુ પામેલા પરિવારના 6 લોકોના ગઈકાલે પીએમ બાદ પરિવારજનોને લાશો સોંપતા આજરોજ સવારે ગામજનોની હાજરીમાં ધાર્મિકવિધી અનુસાર દફનવિધિ પતાવી મોરબીના રફાળેશ્વર ખાતે ટ્રેન નીચે પડતું મુકી મોતને ભેટનાર પરિવારના વ્યક્તિની લાશ લેવા રવાના થયાં, સમગ્ર કેસમાં અધિકારીઓએ ઝીણવટભરી તપાસનો ધમધમાટ શરૂ કર્યું.આજરોજ જિલ્લા પોલીસવડા સહિતની ટીમોએ સવારથી જ સંજેલી ખાતે ધામા નાખ્યા, પોલીસ વડાના માર્ગદર્શનમાં કેસના તપાસ અધિકારી તરીકે ઝાલોદ સીપીઆઈ ને નિયુક્ત કર્યા, સમગ્ર કેસની તપાસમાં રાજ્યના ડીજીપી ના આદેશોઅનુસાર અમદાવાદ થી સ્પેશ્યલ સ્ક્વોડ દાહોદ મોકલાઈ, હાલ પીએમ રિપોર્ટ, એફ.એસ.એલ.રિપોર્ટ બાદ સમગ્ર કેસની સિલસિલાબંધ વિગતો બહાર આવે તેમ છે.
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે સર્જાયેલ એક પરિવારના ૬ સભ્યોના સામુહિક હત્યાંકાડમાં પોલીસ તંત્ર સહિત ટીમો કામે જોતરાઈ છે ત્યારે બીજી તરફ આ ઘટના બાદ આજરોજ પરિવારના નિવાસ્થાને તેમના સગા સંબંધીઓએ એક દંપતિ સહિત ૪ બાળકોની અંતિમ વિધિ માટે તેઓના ખેતરમાં સાત ખાડાઓ ખોદી ૬ જણાની દફનવિધિ કરવામાં આવી હતી જ્યારે મોરબી મુકામે ટ્રેનની નીચે કપાયેલ તેમના પરિવારના વધુ એક સભ્યના મૃતદેહને લેવા પરિવારજનો મોરબી જવા રવાના થયા હતા.
સમગ્ર દાહોદ જિલ્લા સહિત ગુજરાતને હચમચાવી મુકનાર એવી ઘટના જેમાં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે એક જ પરિવારના ૬ સભ્યો જેમાં ભરતભાઈ કડકીયાભાઈ પલાસ (ઉ.વ.૪૦), તેમની પત્ની સમીબેન ભરતભાઈ પલાસ (ઉ.વ.૪૦) તથા આ દંપતિના વ્હાલ સોયા સંતાન એવા દિપીકાબેન (ઉ.વ.૧૨), હેમરાજભાઈ (ઉ.વ.૧૦), દિપેશભાઈ (ઉ.વ.૮) અને રવીભાઈ (ઉ.વ.૬) ને હુકાડી જેવા તીક્ષ્ણ હથિયાર વડે ગળા કાપી મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાની પગલે ખળભાળટ મચી જવા પામી હતી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે. પોલીસે ગઈકાલે એક દંપતિ સહિત ૪ બાળકોના મૃતદેહને દાહોદના સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા બાદ પોસ્ટમોર્ટમ બાદ આજરોજ ૬ સભ્યોના મૃતદેહોને તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા હતા. સ્વજનો દ્વારા મૃતદેહોને ગામમાં લાવી પોતાના ખેતરમાં ૭ ખાડાઓ ખોદી દંપતિ સહિત ૪ બાળકોની દફનવિધિ કરવામાં આવી હતી. આમ, તો હિન્દુ શાસ્ત્રો પ્રમાણે મરણજનારને સ્મશાનમાં અંતિમ વિધિ કરવામાં આવતી હોય છે પરંતુ આ મૃતક પરિવાર દાદપુરી સંપ્રદાયમાં આવતો હોવાથી અને દંપતિ તથા તેમના વારસો ગુરૂ ગોવિંદના અનુયાયી હોવાથી તેમને તેમના રિત રિવાજ તેમજ પરંપરાગત દફનવિધી કરવામાં આવી હતી. એક દંપતિ સહિત ચાર બાળકોની દફન વિધિ કર્યા બાદ સ્વજનો મોરબી મુકામે જવા રવાના થયા હતા જ્યા આજ કુટુંબનો વધુ એક સભ્ય વિક્રમભાઈ ચુનીલાલ પલાસ (ઉ.વ.૨૨) મોરબી હાફેશ્વર રેલ્વે ટ્રેકની નીચે આવી કપાઈ ગયો હતો જેનો મૃતદેહ લેવા રવાના થયા હતા.
———————————————