
રાહુલ ગારી :- ગરબાડા
માધ્યમિક શાળા ખાતે યોજાયેલા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ગરબાડા ના ધારાસભ્ય સહિત પાર્ટી પ્રમુખ ઉપસ્થિત રહ્યા
ગરબાડા તા.27
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાની માધ્યમિક શાળા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પરીક્ષા પે ચર્ચા 2023 કાર્યક્રમ યોજાયો હતો જેમાં દાહોદની વિદ્યાર્થી યુગમાં લબાના નરેન્દ્ર મોદી સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેને લઈને ગરબાડા માધ્યમિક શાળા ખાતે ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર અને ગરબાડા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રદિપસિંહ રાઠોડ સહિત કાર્યકર્તાઓ ગરબાડા માધ્યમિક શાળા ખાતે પરીક્ષા પે ચર્ચા 2023 કાર્યક્રમમાં. ઉપસ્થિત રહ્યા હતા અને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લઈને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને પ્રોત્સાહિટ કર્યા હતા.