
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના 12 પ્રતિભાશાળી શિક્ષકોને 74 માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પ્રમાણપત્ર એનાયત કરાયા
ગરબાડા તા.29
પ્રાપ્ત માહિતી અનુસાર 74 માં પ્રજાસત્તાક પર્વ જિલ્લા કક્ષાની ઉજવણી ગરબાડા ખાતે કરવામાં આવી હતી જેમાં આદિજાતિ વિકાસ તેમજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીંડોરના હસ્તે ગરબાડા તાલુકાના જુદી જુદી શાળાઓમાં ફરજ બજાવતા 12 કસ્ટરના શિક્ષકો આંબલીપ્રાથમિક શાળાના પટેલ જીતેન્દ્ર, અભલોડશાળાના પરમાર અશ્વિનભાઈ, બોરીયાલાશાળાના ચૌધરીમહેશભાઈ , રાઠોડમુકેશભાઈ ગાંગરડી, રાઠોડપ્રદીપાબેન , ગરબાડાકુમાર શાળાના ગોહિલ રોનકસિંહ , જાંબુઆના ચૌધરીનરેશ , જેસાવાડાના ભાવેશભાઈ આડેધરા કન્યા શાળાના ગોહિલ ઉમેશ કુમાર તેમજ મકવાણા દીપિકાબેન , વજેલાવના ધવલકુમાર પ્રજાપતિ અને ઝરી ખરેલીના બારીયા સુરેશભાઈ ને પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદ કરીને તેઓને પ્રમાણપત્ર આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ દાહોદ કલેકટર હર્ષિત ગોસાવી જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી એસપી બલરામ મીણા સહિત સાંસદ જશવંતસિંહ ભાભોર સહિત સલગ્ન માં વિભાગના અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.