Thursday, 21/11/2024
Dark Mode

હોમકોરોનટાઇનમાં મોકલેલો યુવક ઘરેથી ભાગ્યો:પોલિસે યુવકની અટકાયત કરી ગુનો દાખલ કર્યો

હોમકોરોનટાઇનમાં મોકલેલો યુવક ઘરેથી ભાગ્યો:પોલિસે યુવકની અટકાયત કરી ગુનો દાખલ કર્યો

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.28

દાહોદ તાલુકાના ખરોદા ગામનો હોમ કોરોનટાઇનમાં મુકેલો વ્યક્તિ ભાગી જતા ખળભળાટ મચી જવા પામ્યો છે.ત્યારે ઉપરોક્ત બનાવમાં પોલીસે હોમ કોરોનટાઇનમાંથી ભાગેલા વ્યક્તિની અટકાયત કરી તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળેલ છે.

વિશ્વભરમાં કોરોના વાયરસે આતંક મચાવ્યો છે.આ વાયરસના સંક્રમણના લીધે ભારત સહીત વિશ્વના કેટલાય દેશો લોકડાઉન કરી દેવામાં આવ્યા છે.ત્યારે વિદેશથી પરત આવેલા લોકોની આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે કોરોના વાયરસના જરૂરી ચકાસણી કરી હોમકોરોનટાઇનમાં મોકલી દેવામાં આવે છે.ત્યારે દાહોદ તાલુકાના ખરોદા ગામનો રહેવાસી 35 વર્ષીય કમલેશ નવલસીંગ બામણીયા ગત તારીખ 19.03.2020 ના રોજ દુબઇથી વડોદરા આવ્યો હતો.ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે ચકાસણી કરી તેણે 14 દિવસના હોમ કોરોનટાઇનમાં મોકલી દીધો હતો અને રોજ આરોગ્ય વિભાગ દ્વારા હોમકોરોનટાઇનમાં મુકેલા વ્યક્તિની દેખરેખમાં જાય છે.ત્યારે આજરોજ આરોગ્ય વિભાગ તેમજ પોલિસતંત્રને જાણકારી મળેલ કે ખરોદા ગામનો કમલેશ હોમકોરોનટાઇનમાંથી ભાગી ગયો છે. ત્યારબાદ પોલીસે ઉપરોક્ત બનાવ સંદર્ભે કમલેશની શોધખોળ કરી તેણે ગરબાડા ખાતેથી ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કરી પાછો હોમકોરોનટાઇનમાં મૂકી દેવામાં આવ્યો હતો.

હોમકોરોનટાઇનમાંથી ભાગેલો વ્યક્તિ જેટલાં જેટલાં લોકોના સંપર્કમાં આવ્યો તેઓની તપાસ હાથ ધરાઈ 

ખરોદા ગામનો કમલેશ નવલસીંગ બામણીયા હોમ કોરોનટાઇનમાંથી ભાગ્યા બાદ ગરબાડા જઈ ત્રણ જેટલાં લોકોના સંપર્કમાં આવ્યાંનો જાણકારીઓ મળતા આરોગ્ય વિભાગે સાવચેતીના ભાગરૂપે કમલેશના સંપર્કમાં આવેલા ત્રણેય લોકોની તપાસ હાથ ધરી તેઓને પણ 14 દિવસના હોમ કોરોનટાઇનમાં મોકલી કમલેશ જેટલાં જેટલાં લોકોના સંપર્કમાં આવ્યો હતો તેઓની તપાસ હાથ ધરી તેમણે પણ હોમ કોરોનટાઇનમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.

 

error: Content is protected !!