Saturday, 12/07/2025
Dark Mode

કોરોના વાયરસના પડકારને ઝીલવા લેવાઈ રહેલા પગલાંની વચ્ચે વહી રહેલી સેવાની સરવાણીઓમાં રાજકીય લોકસેવકો ભૂગર્ભમાં:સાચા લોકસેવકો મેદાનમાં

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.27

વિશ્વભરમાં કાળો કેર વર્તનાર કોરોના વાયરસના લીધે સમગ્ર વિશ્વ વિમાસણમાં મુકાઈ ગયો છે.આ વાયરસના સંક્રમણે વિશ્વના કેટલાય દેશો સહીત ભારતમાં પણ પગપેસારો કરતા કેન્દ્ર સરકારે નાગરિકોના હિતકાજે 21 દિવસ માટે ભારતમાં લોકડાઉન કરી દેતા જીવન જરૂરિયાત સિવાયની તમામ સંસ્થાનોને બંધ કરી લોકોને લોકડાઉન દરમિયાન ઘરમાં જ રહી દેશસેવા કરવા આવહ્નન કર્યું છે.પોલિસતંત્ર, આરોગ્ય તંત્ર ખડે પગે લોકડાઉનની અમલવારી કરાવી રહ્યા છે.તેવા સમયે સેવાભાવી સંસ્થાઓ, સેવાભાવી લોકો સ્વેછાએ પોલિસતંત્ર આરોગ્ય વિભાગ, તેમજ લોકડાઉન દરમિયાન ફસાયેલાં લોકોની વહારે આવી ખાણી પીણી સહીતની તમામ મદદ થકી સેવાયજ્ઞોની સાવરણી કરી રહ્યા છે. તેવા સમયે લોકો દ્વારા ચૂંટાયેલા રાજકારણના રંગે રંગાયેલા લોકસેવકો દાહોદ જિલ્લામાંથી અદ્રશ્ય થયેલા જણાઈ આવે છે.તો તેની સામે સાચા લોકસેવક રોડ ઉપર આવા મુશ્કેલીના સમયમાં સેવાના કાર્યો માટે સેવા કરતા નજરે પડે છે વ્યક્તિગત અને સામૂહિક સેવાના સંકલ્પો સામાજિક સમરસતાને ગૌરવ બક્ષે છે ક્યારે હજુ પણ પ્રજા માટે પ્રજાની વચ્ચે લોકસેવકો એટલે કે જનપ્રતિનિધિઓ આગેવાની લે એવી લાગણી અને માગણી ઉઠવા પામી છે

કોરોના વાયરસના સંક્રમણે આખા વિશ્વને ભરડામાં લીધો છે.ભારત સહીત વિશ્વભરના કેટલાય દેશો આ વાયરસને નાથવા વિવિધ પગલાંઓ લઇ રહ્યા છે.ભારતમાં પણ કોરોનાએ પગપેસારો કરતા કેન્દ્ર સરકાર દ્વારા 21દિવસ માટે ભારતને લોકડાઉનની ફરજ પડી છે.લોકડાઉન દરમિયાન જીવન જરૂરી સિવાયના સંસ્થાનો બંધ કરી લોકોને ઘરમાં રહી આ વાયરસ સામે લડત કરવા આવહ્નન કરાયું છે.વહીવટી તંત્ર, પોલિસ તંત્ર તેમજ આરોગ્ય વિભાગ આ સંક્રમણને વધુ વકરતો અટકાવવા તમામ પ્રયાસો કરી રહ્યા છે.લોકડાઉનના પગલે પબ્લિક ટ્રાન્સપોર્ટની તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવતા કેટલાય લોકો પરપ્રાંતમાં ફસાઈ જતા હેમખેમ માદરે વતન આવવા ભૂખ્યા તરસ્યા પગપાળા પણ આવી રહ્યા છે.તેવા સમયે સેવાભાવી સંસ્થાઓ અને સમાજસેવી લોકો સ્વેચ્છાએ જરૂરતમંદ લોકોને વ્હારે આવી નાતજાતના ભેદભાવ વગર ખાણીપીણી સહીત તમામ શક્ય મદદ કરી રહ્યા છે.લોકોના હિતમાં 24 કલાક ખડેપગે સેવા આપી રહેલા પોલિસતંત્ર તેમજ આરોગ્ય તંત્રને પણ ખાણીપીણી સહિતની સેવાઓ પુરી પાડી સેવાયજ્ઞોની સાવરણી કરી રહ્યા છે.તેવા કટોકટીના સમયે દાહોદના સાંસદ, જિલ્લાના રાજ્યકક્ષાના મંત્રી ઉપરાંત ભાજપ, કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો તેમજ આંગળીના વેંઢે ગણી શકાય એવા સદસ્યોં અને કાર્યકર્તાઓને બાદ કરતા સામાન્ય દિવસોમાં નાની નાની બાબતોમાં હો હલ્લો કરતા આવા રાજકારણીઓ અને કાર્યકર્તાઓ ક્યાંક ભૂગર્ભમાંથી પણ ડોકિયું કરતા જણાતા નથી ત્યારે આવા લોકો સામે પણ જનમાનસમાં છૂપો આક્રોશ ફેલાવા પામ્યો છે.ત્યારે પ્રજાએ પોતાના હિત માટે ચૂંટેલા પ્રતિનિધિઓ આવી વિષમ પરિસ્થિતિમાં મોં ફેરવી લેતા લોકોમાં આશ્ચર્ય ફેલાઈ જવા પામ્યો છે.

error: Content is protected !!