વિપુલ જોષી @ ગરબાડા
ગરબાડા તા.27
ગરબાડા ગાંગરડીમાં રહેતા સો જેટલા ગરીબ જરૂરિયાતમંદ.લોકોને રાહત કીટ આપવામાં આવી..
ગરબાડા સહિત ગાંગરડી વિસ્તારમાં પેટિયું રળવા માટે અનેક લોકો પર પ્રાંતમાંથી આવીને અહીંયા નાનોમોટો ધંધો રોજગાર કરે છે તો ઘણા ખરા લોકો રોજ મજૂરી કરીને રોજ કમાઇને રોજ ખાય છે.હાલમાં વિશ્વભરમાં કોરોનાવાયરસ નું સંક્રમણ ન વધે તે ના માટે દેશના વડાપ્રધાન દ્વારા દેશહિતમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે ત્યારે ગરીબ લોકો ની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે જે બાબતને ધ્યાનમાં લઈને ગરબાડા ગાંગરડીમાં રહેતા આવા સો જેટલા પરિવારોને ના માટે ગરબાડા મામલતદાર મયંક પટેલ હાર્દિક જોષી સહિતની ટીમ દ્વારા ટહેલ નાખતા વેપારી ઓની મદદથી પ્રથમ દિવસે 100 રાહત કિટ તૈયાર કરવામાં આવી.. જેમાં ગરબાડામાં 50 કીટ તથા ગાંગરડીમાં પણ 50 કીટ નું વિતરણ ગરબાડા મામલતદાર સહિતની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું ખરેખર ગરબાડા મામલતદાર સહિતની ટીમ તથા ગરબાડા ગાંગરડી ગામના આગેવાનો વેપારીઓ દ્વારા માનવ સેવાનું આ અદભુત કાર્ય કરવામાં આવ્યું છે જે ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે.જે જોઈને આવનાર સમયમાં અન્ય લોકો પણ આ રીતે ગરીબ લોકોની મદદ માટે આગળ આવવું જ જોઈએ.જોકે લોક ડાઉનલોડ બાદ ગરબાડા ગામના અમુક ઉત્સાહી યુવાનો દ્વારા ગરબાડા પંથકના તમામ પોલીસ કર્મીઓને તેમજ જરૂરીયાતમંદ લોકોને દરરોજ બપોરના ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે જે કામગીરી પણ બિરદાવવા લાયક છે.