Thursday, 21/11/2024
Dark Mode

શુભ પ્રસંગમાં હાજરી આપવા આવેલા પરિવારને ટ્રકે અડફેટે લેતા સર્જાયો ગમખ્વાર અકસ્માત,એક બાળક સહિત બેના મોત: બે ઘાયલ

શુભ પ્રસંગમાં હાજરી આપવા આવેલા પરિવારને ટ્રકે અડફેટે લેતા સર્જાયો ગમખ્વાર અકસ્માત,એક બાળક સહિત બેના મોત: બે ઘાયલ

શુભ પ્રસંગમાં હાજરી આપવા આવેલા પરિવારને ટ્રકે અડફેટે લેતા સર્જાયો ગમખ્વાર અકસ્માત,એક બાળક સહિત બેના મોત: બે ઘાયલજીગ્નેશ બારીયા @ દાહોદ 

ગરબાડા તાલુકાના ખારવા ગામનો પરિવાર પાંચવાડા ખાતે પોતાના સગાવ્હાલાઓને ત્યાં શુભ પ્રસંગમાં હાજરી આપી પરત ફરતા નડ્યો અકjસ્માત, એક બાળક સહિત બેના ઘટનાસ્થળે જ  પ્રાણ પંખેરું ઉડી જતા પરિવારજનોમાં માતમ છવાયો.ઘટનાસ્થળે પહોંચેલા 108 ના ઈ.એમ.ટી અને પાઇલોટે ઉત્કૃષ્ટ કામગીરીનો  દાખલો આપતાં દવાખાને ન જવાની ચડેલા એક ઈજાગ્રસ્તને બીજી 108 બોલાવી ઈજાગ્રસ્ત મહિલાને સમયસર હોસ્પિટલ પહોંચાડતા મહિલા   ને નવજીવન મળ્યું.   

દાહોદ ડેસ્ક  તા.૨૬

ગરબાડા તાલુકાના સહાડા ગામે સહાડા હાઈસ્કુલની સામે રસ્તા પર આજરોજ સાંજના સમયે એક માંતેલા સાંઢની માફક ઘસી આવતી ટ્રકે એક મોટરસાઈકલ પર સવાર ચાર જણાને અડફેટમાં લેતા ફંગોળાયેલા એક પાંચ વર્ષીય બાળક સહિત પાંચ જણા પૈકી પાંચ વર્ષીય બાળક અને એક પુરૂષ મળી બેને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળ પર બંન્નેના મોત નીપજ્યાં હતા જ્યારે એક મહિલા સહિત બે જણાને શરીરે ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે બંન્નેને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયાનું જાણવા મળેલ છે.

ગરબાડા તાલુકાના ખારવા ગામે હોળી ફળિયામાં રહેતા જાલુભાઈ ગુંડીયા તેમની પત્ની મંજુલાબેન અને તેમનો પાંચ વર્ષીય બાળક રવીરાજ એમ ત્રણેય જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે ગુંડીયા ફળિયામાં રહેતા પોતાના સંબંધી શૈલેષભાઈ  ગુંડીયાને ત્યાં કોઈક પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા જ્યાંથી ઉપરોક્ત દંપતિ પ્રસંગ પતાવી તેમને શૈલેષભાઈ ગુંડીયા એક મોટરસાઈકલ પર બેસાડી જાલુભાઈ,મંજુલાબેન અને રવીરાજને બેસાડી પરત ખારવા ગામે મુકવા જતાં હતાં તે સમયે સાંજના સાતેક વાગ્યાના સમયે ગરબાડા તાલુકાના સહાડા ગામે હાઈસ્કુલની પાસે રસ્તા ઉપર એક પુરપાટ અને પુરઝડપે દોડી આવતી એક ટ્રેક ઉપરોક્ત એક મોટરસાઈકલ પર સવાર ચારેય જણાને અડફેટમાં લેતાં મોટરસાઈકલ સાથે ફંગોળાયેલ ચારેય જણાને શરીરે,માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી જે પૈકી પાંચ વર્ષીય રવીરાજ અને શૈલેષભાઈ ગુંડીયાને ગંભીર ઈજાઓ થતાં તેમનુ ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતુ. આ ઘટનાની જાણ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલ્સ સેવાને થતાં તેઓ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક સહિત ઈજાગ્રસ્ત મંજુલાબેન તથા જાલુભાઈને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા. મંજુલાબેન અને જાલુભાઈ હાલ સારવાર હેઠળ છે જ્યારે બાળક રવીરાજ અને શૈલેષભાઈના મોતને પગલે પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ અને પરિવારમાં આક્રંદનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન  કર્યાનું જાણવા મળેલ છે.

error: Content is protected !!