Saturday, 23/11/2024
Dark Mode

કોરોના સામેની લડતમાં રેલવેતંત્ર પણ જોડાયું :દાહોદ રેલવે વર્કશોપમાં બેડ બનાવવાનું કામ પુરજોશમાં

કોરોના સામેની લડતમાં રેલવેતંત્ર પણ જોડાયું :દાહોદ રેલવે વર્કશોપમાં બેડ બનાવવાનું કામ પુરજોશમાં

જીગ્નેશ બારીયા, રાજ ભરવાડ @ દાહોદ 

દાહોદ તા.26

સમગ્ર વિશ્વમાં જે રીતે નોવેલ કોરોનાવાયરસે ફેલાવવાનું શરૂ કર્યું છે.તેને લઈને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાના હિત માટે તકેદારીના પગલારૂપે ખુબ સુંદર અને ઝડપથી નિર્ણય લઈને પગલા લેવાનું શરૂ કર્યું છે.દેશમાં અપૂરતી આરોગ્ય સેવાઓને પણ અપડેટ કરાઈ રહી છે.જો દેશમાં આ મહામારી વરવું રૂપ ધારણ કરે તો જરૂરિયાત મુજબ આઇસોલેશન વોર્ડ અને પલંગની જરૂરિયાત ને જોતા અત્રેના રેલ્વે કારખાનામાં તાત્કાલિક અસરથી બેડ બનાવવાની શરૂઆત કરાઈ હોવાનું અને જરૂર પડે સમગ્ર વેસ્ટન રીજીયનમાં દાહોદના લોકો વર્કશોપમાં નક્કી થયેલ ડિઝાઇન મુજબ બેડ બનાવી અને સપ્લાય કરનાર હોવાનું જાણવા આવ્યું છે.તાજેતરમાં જ દાહોદ રેલવે કારખાનામાં સેમ્પલ ના બનાવેલા પલંગ અને તેને બનાવવા જોતરાયેલા સ્ટાફ જણાઈ રહ્યા છે.દાહોદ રેલવે વર્કશોપની કેપેસિટી જોતા રોજના હજારોની સંખ્યામાં પણ બેડ બની શકે તેમ હોય અહીંયા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.તસવીરમાં કોરોનાવાયરસ ની સામે લડવાની તૈયારીના ભાગરૂપે જરૂર પડ્યે તાત્કાલિક અસરથી પલંગ બનાવી શકાય તેવી તમામ તૈયારીઓ અત્રેના કારખાનામાં ઉપલબ્ધ કરવામાં આવી છે અને તે અંગેના ચુનંદા સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.

error: Content is protected !!