Thursday, 21/11/2024
Dark Mode

ગરબાડામાં ભીડભાડ ઓછી કરવા પંચાયત દ્વારા શાકભાજીવાળાઓને અલગ જગ્યા ફાળવવામાં આવી

ગરબાડામાં ભીડભાડ ઓછી કરવા પંચાયત દ્વારા શાકભાજીવાળાઓને અલગ જગ્યા ફાળવવામાં આવી

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા શાકભાજી વેચનારા ઓ માટે અલગ જગ્યા ફાળવવામાં આવી,ગામની બજારમાં જ એક જ જગ્યાએ લોકટોળા એકત્ર ન થાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા કુમાર શાળાના પટાંગણ મ શાકભાજી વેચવા માટે ની જગ્યા ફાળવવામાં આવી

ગરબાડા તા.26

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.આવા સમયમાં સરકાર દ્વારા સમગ્ર દેશભરમાં લોક ડાઉનલોડ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુ માટે સવારે બે  છૂટ પણ આપવામાં આવી છે સવારના બે કલાકના સમયગાળા દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે ગામના બજારમાં પડાપડી થાય છે.અને હાટ બજાર ભરાય તેવો માહોલ જોવા મળે છે. આવા સમયમાં કોરોનાવાયરસનો સંક્રમણ વધવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેતી હોય છે.જે બાબતને ધ્યાનમાં રાખીને ગરબાડા ગ્રામ પંચાયતના સરપંચ અશોકભાઈ પટેલ દ્વારા ગરબાડા ના બજારમાંથી તમામ શાકભાજી વાળા ને તારીખ 27 મીઠી કુમાર શાળાના પટાંગણમાં બેસાડવામાં આવશે અને જેના માટે તમામ શાકભાજી વાળાઓને ચૂનો લઈને દરેક ની જગ્યા ફિક્સ કરી આપવામાં આવી છે જે કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે.

error: Content is protected !!