Friday, 22/11/2024
Dark Mode

મકાનના વાસ્તુ અને ચાંદલાવિધિના કાર્યક્રમમાં મામલતદાર સહિત પોલિસની ટીમ ત્રાટકી:લોકડાઉનનો ભંગ કરનાર 5 જણા વિરુદ્ધ ગુનો નોંધાયો

મકાનના વાસ્તુ અને ચાંદલાવિધિના કાર્યક્રમમાં મામલતદાર સહિત પોલિસની ટીમ ત્રાટકી:લોકડાઉનનો ભંગ કરનાર 5 જણા વિરુદ્ધ ગુનો નોંધાયો

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડાના ગાંગરડામાં  કોરોના વાયરસને લઈને મામલતદાર સહિત પોલીસની ટીમે મકાનના વાસ્તુ તથા ચાંદલા વિધિ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરી,મકાનમાલિક બે રસોયા સહિત ટેન્ટના માલિક મળી કુલ પાંચ સામે ફરિયાદ

ગરબાડા તા.26

એક તરફ સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની સામે રક્ષણ માટે મેહનત કરે છે.દેશમાં 21 દિવસનું લોકડાઉંન અમલમાં છે.ધારા 144 મુજબ સંચારબંધી લાગુ છે.ત્યારે ગરબાડા તાલુકાના ગાંગરડા ગામના તોરણ ફળિયામાં રહેતા વીરા રાયચંદ ભુરીયા તથા રમણ રાયચંદ ભુરીયાના મકાનનું આજ રોજ તારીખ 26 મીના રોજ વાસ્તુપૂજન હોય ચાંદલા વિધિ રાખેલ હતી.જેની માહિતી મળતા મામલતદાર ગરબાડા મયંક પટેલ હાર્દિક જોષી સહિતની ટીમની અને પોલીસ વિભાગ ગરબાડાએ તાત્કાલિક સ્થળે તપાસ કરી હતી.અને ત્યાં જઇ મંડપ જપ્ત કર્યો હતો.તથા મકાન માલિક વીરા રાયચંદ ભુરીયા તથા રમણ રાયચંદ ભુરીયા બન્ને ભાઈઓ તથા રસોઈ બનાવનાર હર્ષદ મડુ રાઠોડ પૂનમચંદ માનસિંહ રાઠોડ રહે ગરબાડા તથા ટેન્ટનું ડેકોરેશન કરનાર પપ્પુ પ્રતાપ બામણીયા રહે નવા ફળિયાનો તમામ  સામાન જપ્ત કર્યો હતો.તે સિવાય ગેસની સગડીઓ બે બોટલ સહિતની ચીજવસ્તુઓ જપ્ત કરી હતી.જ્યારે મકાન માલિક તેમજ રસોઈ બનાવનાર મળી કુલ ચાર વ્યકિતઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.જ્યારે ટેન્ટનો માલિક ફરાર થઈ ગયો હતો.જેની અટક કરવાની બાકી છે ઘટના સંદર્ભે ગરબાડા હેડ કોન્સ્ટેબલ નવગઢ ભાઈ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેથી કરીને પંથકમાં ભીડ ભેગી થાય તેવું કામ અન્ય કોઈ વ્યક્તિ ન કરે અને લોક ડાઉનના સરકારના પ્રયત્નો ને તમામ સાકાર કરે

error: Content is protected !!