Thursday, 21/11/2024
Dark Mode

કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલા સી.એ.એ. અને એન.આર.સી.કાયદાને સમર્થનમાં શહેરમાં વિશાળસંખ્યામાં રેલી નીકળી

કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલા  સી.એ.એ. અને એન.આર.સી.કાયદાને સમર્થનમાં શહેરમાં વિશાળસંખ્યામાં રેલી નીકળી

જીગ્નેશ બારીઆ @ દાહોદ 

દાહોદ તા.૨૪
દાહોદ નાગરિક મંચ દ્વારા કેન્દ્ર સરકારે બનાવેલ સી.એ.એ. અને એન.આર.સી.કાયદાને સમર્થન કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલા સી.એ.એ. અને એન.આર.સી.કાયદાને સમર્થનમાં શહેરમાં વિશાળસંખ્યામાં રેલી નીકળીઆપતી વિશાળ રેલીનું આજરોજ દાહોદ શહેરમાં આયોજન કરવામાં આવ્યું હતુ. આ સમર્થન રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો,કાર્યકર્તાઓ,શહેરના પ્રતિબદ્ધ નાગરિકો મહિલા સહિત વિશાળ સંખ્યામાં પુરૂષો જોડાયા હતા.શહેરના વિવિધ રાજમાર્ગો પર નીકળેલી રેલી બાદ એક આવેદન પત્ર મામલતદારશ્રીને સંબોધતું સુપરત પણ કરવામાં આવ્યું હતુ.
કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલ સી.એ.એ. કાયદાને સમર્થન આપવા માટે આજરોજ તારીખ ૨૪.૧૨.૨૦૧૯ને મંગળવારના રોજ દાહોદ નાગરિક મંચ દ્વારા શહેરમાં વિશાળ સમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. બપોરના ૦૩.૩૦ કલાકે આ રેલી નગરપાલિકા ચોક,દાહોદ ખાતેથી શરૂ થઈ અને શહેરના વિવિધ માર્ગો પર નીકળી હતી. આ રેલી પુર્વે દાહોદ નાગરિક મંચ દ્વારા જાહેર જનતાને, સૌ લોકશાહી – રક્ષક, રાષ્ટ્રભક્ત ભાઈ – બહેનો પોતાના રોજગાર, ધંધા ફરજીયાત બંધ કરી સ્વયં જોડાઈ અને અન્ય સૌને પણ જોડાવા અપીલ કરી હતી.જેમાં મોટી સંખ્યામાં દાહોદનગરજનો ઉપસ્થિત રહ્યા હતા. બપોરે ૦૩.૩૦ કલાક થી સાંજના ૫ કલાક સુધી દાહોદના રોજગાર,ધંધાદારીઓને પોતાના વેપાર, ધંધા બંધ કરી આ વિશાળ રેલીમાં જોડાવા અપીલ પણ કરવામાં હતી. આ કાર્યક્રમ અગાઉ દાહોદ શહેર પોલીસ તંત્ર પણ એક્શનમાં આવી ચાંપતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી હતી. રેલી સ્વરૂપે દાહોદના રૂટો બંધ પણ કરવામાં આવ્યા હતા અને જેને પગલે ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ હતી. આ સમર્થન રેલી દૌલતગંજ બજાર, મંડાવરોડ,દરજી સોસાયટી થઈ ગોવિંદ નગર જેવા વિવિધ રૂટો પર ફરી હતી અને અંતે કલેક્ટરને સંબોધતું એક આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતુ.
આ રેલીમાં કોશિક પટેલ (મહેસુલ મંત્રી), સાંસદ જશવંતસીંહ ભાભોર, રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર, ફતેપુરા ધારાસભ્ય રમેશ કટારા, ભાજપના આગેવાનો તેમજ દાહોદના નગરના પ્રતિબધ્ધ નાગરિકો જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમ માનવ અધિકાર મંચના બળવંત ડાંગર અને વિષ્ણુભાઈ પટેલે નગરપાલિકા ચોક ખાતે ભેગી થયેલ વિશાળ જનમેદનીને સંબોધીત કરતા ઉપરોક્ત કાયદા વિશે વિસ્તૃત માહિતી આપી તેનું સમર્થન કરવા હાંકલ કરી હતી.

error: Content is protected !!