દાહોદ તાલુકાના ભઠીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિલાની પ્રસુતિ મામલે આરોગ્ય કર્મીની ફરજમાં બેદરકારી સામે આવતા આરોગ્ય કર્મીઓની બદલીઓ: મામલાની તપાસ માટે કમિટી રચાઈ

Editor Dahod Live
1 Min Read

દાહોદ તાલુકાના ભઠીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિલાની પ્રસુતિ મામલે આરોગ્ય કર્મીની ફરજમાં બેદરકારી સામે આવતા આરોગ્ય કર્મીઓની બદલીઓ: મામલાની તપાસ માટે કમિટી રચાઈ

ભાટીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્યકર્મીઓની ફરજમાં બેદરકારી સામે આવતા કડક પગલા

દાહોદ, તા. ૨૪ :

આજ રોજ વહેલી સવારના ભાટીવાડા ગામમાં પીયરમાં રહેતા શારદાબેન ભુરીયા નામની સગર્ભા મહિલાને સુવાવડનો દુખાવો ઉપડતા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટીવાડા ખાતે લઇ ગયા હતા, ત્યાં હાજર સ્ટાફ નર્સ બહેને તપાસ કરી સુવાવડમાં વાર લાગશે કહી ઘરે મોકલ્યા હતા. જે સગર્ભા મહિલાની થોડીવારમાં રસ્તામાં જ સુવાવડ થઇ ગઇ હતી. જે બાબત જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારી ને ધ્યાને આવતા તાત્કાલિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીને સૂચના આપી ફરજના તબીબો તથા સ્ટાફ નર્સ ને ફરજ બદલીના હુકમ કરવા તથા તપાસ કમિટી રચી જીલ્લા રોગચાળા અધિકારી શ્રી અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રીને જરૂરી તપાસ કરી વહેલી તકે રીપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે.

Share This Article