Thursday, 21/11/2024
Dark Mode

દાહોદમાં રેપિડ ટેસ્ટની શરૂઆત કરાઈ:દાહોદ, ઝાલોદ, તેમજ કંટેઇન્મેન્ટ એરિયા ભીલવાથી લીધેલા કુલ 32 સેમ્પલોમાંથી તમામ સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રે હાશકારો અનુભવ્યો

દાહોદમાં રેપિડ ટેસ્ટની શરૂઆત કરાઈ:દાહોદ, ઝાલોદ, તેમજ કંટેઇન્મેન્ટ એરિયા ભીલવાથી લીધેલા કુલ 32 સેમ્પલોમાંથી તમામ સેમ્પલોના રિપોર્ટ  નેગેટિવ આવતા તંત્રે હાશકારો અનુભવ્યો

જીગ્નેશ બારીયા @ દાહોદ  વિપુલ જોષી @ ગરબાડા 

દાહોદમાં રેપિડ ટેસ્ટ ની શરૂઆત કરાઈ,દાહોદ શહેર, ઝાલોદ તેમજ ગરબાડાના કંટેઇન્મેન્ટ એરિયા ભીલવામાં રેપિડ ટેસ્ટ કરાયાં, દાહોદ શહેરમાં મેડિકલ સ્ટોર, આરોગ્ય કર્મી, સફાઈ કર્મી તેમજ ઝાલોદ, ભીલવામાં લીધેલા કુલ 32 રેપિડ ટેસ્ટમાંથી 32 એટલે કે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રે રાહતનો દમ લીધો.

દાહોદ તા.૨૩

દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૩૨ રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ગરબાડા,દાહોદ,ઝાલોદના દર્દીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ રેપીડ ટેસ્ટમાં તમામે તમામ એટલે કે, કુલ ૩૨ રેપીટ ટેસ્ટના રિપોર્ટાે નેગેટીવ આવતા આરોગ્ય તંત્ર સહિત જિલ્લાવાસીઓએ રાહતનો દમ લીધો હતો.
દાહોદ જિલ્લામાંથી કુલ ૩૨ લોકોના રેપીટ ટેસ્ટના રિપોર્ટાે તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા જેમાં ગરબાડાના ૧૦, દાહોદના ૧૯ અને ઝાલોદના ૩ એમ કુલ ૩૨ રેપીડ ટેસ્ટના દર્દીઓનો સમાવેશ થાય છે. આ રેપીટ ટેસ્ટના તમામ એટલે કે, ૩૨ રિપોર્ટાે નેગેટીવ આવ્યાના સમાચાર વચ્ચે તંત્રએ રાહતનો દમ લીધો છે. આ રેપીટ ટેસ્ટમાં કેટલાક આરોગ્ય કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ તેમજ ગરબાડા ભીલોઈ ગામના કોરોના પોઝીટીવ ઈસમના સંપર્કમાં આવેલ વ્યક્તિઓનો  સમાવેશ થયો હતો.

error: Content is protected !!