Thursday, 21/11/2024
Dark Mode

વર્મી કંમ્પોષ્ટ બેડ બનાવવાના કામોમાં ૭ જેટલા ઈસમોએ ભેગા મળી લાખો રૂપિયાનું કૌભાંડ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

વર્મી કંમ્પોષ્ટ બેડ બનાવવાના કામોમાં ૭ જેટલા ઈસમોએ ભેગા મળી લાખો રૂપિયાનું કૌભાંડ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લામાં વર્મી કંમ્પોષ્ટ બેડ બનાવવાના કામોમાં ૭ જેટલા ઈસમોએ એકબીજાના મેળાપીપણામાં આગોતરૂ કાવતરૂ રચી આ કામમાં રૂ.૪૫,૫૨,૦૦૦ ના ખોટા દસ્તાવેજા ઉભા કરી અને બીલો બનાવી સરકારી નાણાંની ઉચાપત કર્યાની ફરિયાદ દાહોદ તાલુકા પોલીસ મથકે નોંધાવા પામી છે.

બીપીનભાઈ લક્ષ્મણભાઈ પટેલ (રહે.અમદાવાદ, સોલા ભાગવત પ્રાઈવેટ લીમીટેડ) દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, હસમુખભાઈ ઉમેદભાઈ પટેલ (રહે.નવસારી), જીવણભાઈ કે.ધામી, લલીતકુમાર એન.પ્રધાન(સી.ક્લાર્ક),  મહેન્દ્રસિંહ સી.પરમાર (હિંમતભાઈ સોમાભાઈ પરમાર, કૌશિકભાઈ વિનુભાઈ પટેલ (રહે.વડોદરા) અને ગુરૂમુખી આદિવાસી વિકાસ ટ્રસ્ટના પ્રમુખ જીતેશ વી.જાષી (રહે.તિલકવાડા) નાઓએ  દાહોદ જિલ્લામાં વર્મી કમ્પોસ્ટ બેડ ૧૮૦૦ વર્મી કમ્પોષ્ટ બેડ બનાવવાના હતા અને જેમાંથી ૧૬૪૦ વર્મીકમ્પોષ્ટ બેડના બીલો રજુ કરી રૂ.૧,૫૫,૦૦,૦૦૦ મંજુર કરાવી મેળી લીધેલ અને એ.જી.ઓડીટ દરમ્યાન ૧૬૪૦ વર્મી કમ્પોષ્ટ બેડ પૈકી ૪૮૩ વર્મી કમ્પોષ્ટ બેડ નહીં બનાવી ખોટા બીલો બનાવી રૂ.૪૫,૫૨,૦૦૦ જેટલા સરકારી નાણાંની ઉચાપત કરી છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ દાહોદ તાલુકા પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!