Thursday, 21/11/2024
Dark Mode

પશ્વિમ રેલ્વેના મહાપ્રબંધક (જી.એમ.)એ દાહોદ ખાતે પહોંચ્યાં, રેલવે વર્કશોપ તેમજ સ્ટેશનનું નિરીક્ષણ હાથ ધર્યું

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૨૨
પશ્વિમ રેલ્વેના મહાપ્રબંધક (જી.એમ.) આજરોજ દાહોદ રેલ્વે સ્ટેશને પહોંચ્યા હતા જ્યાં લોકોને પડતી અગવડતાં, સુવિધાઓના મુદ્દે જી.એમ.સમક્ષ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર તથા જાગૃત નાગરિકોએ રજુઆતો કરી હતી.જેમાં મુખ્ય દાહોદ – ઈન્દૌર રેલ પરિયોજનાનું કામ જલ્દીથી જલ્દી પુર્ણ થશેની જીએમ દ્વારા આશા વ્યક્ત કરી હતી.વધુમાં દાહોદ રેલ્વે સ્ટેશનનું બ્યુટીફીકેશન હાથ ધરી નવીન અત્યાધુનિક રેલ્વે સ્ટેશન બનાવવા કમીટીના મેમ્બર દ્વારા રજુઆત પણ કરવામાં આવી હતી.
પશ્વિમ રેલ્વેના મહાપ્રબંધક (જી.એમ.) આલોક કંસલનું આજરોજ દાહોદ રેલ્વે સ્ટેશને આગમન થયુ હતુ. આગમન વેળાએ તેમનું સ્વાગત કરવા દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ જસવંતસિંહ દ્વારા નગરજનોની સુવિધાને ધ્યાને લઈ પધારેલ જી.એમ. સમક્ષ અનેક રજુઆતો કરી હતી.જેમાં દાહોદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ થી ૨,૩ પર આવન જાવન માટે રેંપ અથવા લીફ્ટની વ્યવસ્થા, દાહોદ રેલ્વે સ્ટેશન પર પ્લોટફોર્મ નંબર ૪ નુ નિર્માણ કરવામાં આવે, દાહોદ – ઈન્દૌર રેલ પરિયોજનાનું કાર્યની પ્રગતિ શું છે તથા આ પરિયાજાના ક્યારે પુર્ણ થશે? જે વિશે જી.એમ.પુછતાં જી.એમ.ના જણાવ્યા અનુસાર, આ દાહોદ – ઈન્દૌર રેલ પરિયોજનાનું કામ ચાલી રહ્યું છે, જેમ જેમ સરકાર તરફથી નાણાંની રાસી મળતી રહે છે તેમ તેમ આ પરિયોજનાનું કામ ચાલી રહ્યું છે, અમારે ચાંદ સુધી પહોંચવાનું છે, તે માટે સૌનો સાથ અને સહકારની અપેક્ષા સાથે આ રેલ પરિયોજનાનું કામ જલ્દીથી જલ્દી પુર્ણ કરી દેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં દાહોદ થી અમદાવાદ વાયા ગોધરા – આણંદ નવી ઈન્ટરસીટી ગાડીના પરિચાલન વિશે જી.એમ. દ્વારા જણાવ્યા અનુસાર, આ માટે ઉચ્ચ કક્ષાના રેલ્વે વિભાગના હાથમાં છે તે છતાં અમો આ વિશે ઉચ્ચ વિભાગમાં આ નવી ઈન્ટરસીટી ગાડના પરિચાલન વિશે રજુઆત કરીશું, તેવું જી.એમ. દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. લીમખેડાના પ્લેટફોર્મ નં.૨,૩ નો વિસ્તાર, ફિરોજપુર જનતા, અવધ એક્સપ્રેસ, બાંદ્રા – દેહરાદુન એક્સપ્રેસ ટ્રેનમાં કોચોની સંખ્યા વધારવા પણ રજુઆત કરવામાં આવી હતી, બોરડી રેલ્વે સ્ટેશન પર ફુટ ઓવર બ્રિજનું નિર્માણ, દાહોદ રેલ્વે સ્ટેશન પર જયપુર – પુણ, અજમેર – અર્ણાકુલમ, ગાજીપુર – બાંદ્રા જેવી ટ્રેનોના સ્ટોપેજ વિશે, રતલામ દાહોદ મેમુને સમયસર કરવા તેમજ દાહોદ રેલ્વે હોÂસ્પટલમાં રેલ્વેના સ્થાયી ફિજીશીયન, †ી રોગ નિષ્ણાંત ૯ગાયનેકોલેજીસ્ટ) તેમજ શિશુ રોગ નિષ્ણાંત (ચાઈલ્ડ સ્પેશીયાલીસ્ટ)ની વ્યવસ્થા કરવા બાબત પણ જી.એમ. સમક્ષ રજુઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત દાહોદ રેલ્વે સ્ટેશનું બ્યુટીકેશન હાથ ધરી નવીન અત્યાધુનિક રેલ્વે સ્ટેશન બનાવવા ઝોનલ કમીટીના મેમ્બર રીતેષ પટેલ દ્વારા રજુઆત પણ કરવામાં આવી હતી. રેલ્વે વિભાગમાં સાફ સફાઈ અભિયાન વિશે પુછતા તેઓ જણાવ્યુ હતુ કે, રેલ્વે વિભાગમાં સાફ સફાઈનું પુરૂ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે, નાગરિકોને પણ જાગૃત થવાની જરૂર છે, સૌનો સાથ અને સહકાર હશે તો આવનાર દિવસોમાં સ્વચ્છ ભારત, સ્વસ્થ્ય ભારતનું સપનુ સાકાર થતું વાર નહીં લાગે, તેમ જીએમ દ્વારા જણાવ્યુ હતુ. જી.એમ. દ્વારા રેલ્વે સ્ટેશનનું એકએક ડિપાર્ટમેન્ટનું ચેકિંગ હાથ ધર્યું હતુ. ટોઈલેટ,બાથરૂમ વિગેરે પણ ચેક કર્યા હતા. ચેકીંગ દરમ્યાન રેલ્વેનું ગાડીની સમય, તેમજ ગાડી દર્શાવતુ લાલ કલરની લાઈટ બંધ નજરે પડતા તે લાઈટ બોર્ડને તાત્કાલિક ચાલુ કરવા સુચનો પણ કર્યા હતા. રેલ્વે સ્ટેશન ખાતે જી.એમ. આલોક કંસલના ટુકા રોકાણ બાદ તેઓ રેલ્વે કારખાના ખાતે જવા રવાના થયા હતા જ્યા સુવેચ પાણીના પ્લાન્ટનું ઉદ્‌ઘાટન પણ કરવામાં આવ્યુ હતુ. આ સુએજ પાણીના પ્લાન્ટથી અસ્વચ્છ પાણી સ્છસ્છ પાણીમાં રૂપાંતર કરવામાં આવશે.

—————————————————————————–

error: Content is protected !!