Thursday, 21/11/2024
Dark Mode

સ્વચ્છતા બાબતે દીવા તળે અંધારુંની ઉક્તિને સાર્થક કરતુ દાહોદ જિલ્લા પંચાયત : સમાર્ટસીટી દાહોદ ને સ્વચ્છ અને સુંદર બનાવવા મથી રહેલા વહીવટીતંત્રની કચેરીની દીવાલો પાનની પીચકારીઓથી લાલ  

સ્વચ્છતા બાબતે દીવા તળે અંધારુંની ઉક્તિને સાર્થક કરતુ દાહોદ જિલ્લા પંચાયત : સમાર્ટસીટી દાહોદ ને સ્વચ્છ અને સુંદર બનાવવા મથી રહેલા વહીવટીતંત્રની કચેરીની દીવાલો પાનની પીચકારીઓથી લાલ  

હિતેશ કલાલ @ ફતેપુરા 

સ્વચ્છતા બાબતે દીવા તળે અંધારુંની ઉક્તિને સાર્થક કરતુ દાહોદ જિલ્લા પંચાયત : સમાર્ટસીટી દાહોદ ને સ્વચ્છ અને સુંદર બનવવા મથી રહેલા વહીવટીતંત્રની કચેરીની દીવાલો પાનની પીચકારીઓથી લાલ, દાહોદમાં મુખ્યમંત્રીના આગમન ટાણે શહેરની દીવાલો સ્વચ્છતાના સુત્રો થી રંગાઇ: જિલ્લા પંચાયતની દીવાલો પાનની પિચકારીઓ થી લાલ રંગમાં બદલાઈ.

દાહોદ તા.22

 રાજ્યકક્ષાનો ગુજરાત પોષણ અભિયાન કાર્યક્રમનો શુભારંભ 23 જાન્યુઆરી ગુરૂવારના રોજ દાહોદ થી મુખ્ય મંત્રી વિજય રૂપાણી કરનાર છે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે દાહોદ શહેરની દીવાલો સ્વચ્છતા ના સુત્રો  સાથે રંગરોગાન કરવામાં આવી રહી છે  જ્યારે જિલ્લા પંચાયતની દીવાલો પાનની પિચકારીઓ થી લાલ રંગમાં બદલાઈ રહી છે. સ્વચ્છતા બાબતે કોઈ સક્રિય કામગીરી કરવામાં આવી રહી ના હોવાનું જોવા મળી રહ્યું છે   સંકલિત બાળ વિકાસ યોજના અને મહિલા બાળ વિકાસ યોજના અંતર્ગત રાજ્યકક્ષાના  પોષણ અભિયાન કાર્યક્રમ નો શુભારંભ દાહોદ ખાતે થનાર છે ૨૩ જાન્યુઆરીએ ગુરૂવારના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ કાર્યક્રમનો શુભારંભ કરશે જેથી વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે કાર્યક્રમ ના સ્થળની આસપાસની શહેરની દીવાલો સ્વચ્છતાના સુત્રો થી રંગરોગાન કરવામાં આવી રહી છે જ્યારે દાહોદ જીલ્લા પંચાયત ખાતેથી સ્વચ્છતા અભિયાનનો અમલવારી માટેની સૂચનો કરાયા છે ત્યારે જિલ્લા પંચાયત કચેરીમાં જ દીવાલો પર પાનની પિચકારી ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે દિવસ દરમિયાન કેટલા અધિકારીઓ જિલ્લા પંચાયત મા આવનજાવન કરતા હશે છતાં પાનની પિચકારીઓ થી  લાલ રંગે રંગાયેલી દિવાલ પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું જણાઇ રહ્યું છે.

error: Content is protected !!