ગરબાડામાં રાજ્ય સરકાર દ્વારા સફાઇ કામ માટે ફાળવેલ નવીન ડસ્ટબિન અટેચ સાયકલ ત્રણ માસથી ઉપયોગમાં ન લેવાતા લોકોમાં આશ્ચર્ય

Editor Dahod Live
1 Min Read

 વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તા.20

ગરબાડામાં સફાઇ કામ માટે આવેલ નવીન ડસ્ટબિન અટેચ સાયકલોનો પાછલા ત્રણ માસથી ઉપયોગ જ ન કરાયો એક તરફ 2012ની અધુરી હલકી ગુણવત્તાવાળી ભૂગર્ભ ગટર યોજનાને લઈને સમગ્ર ગરબાડા નગરને ઠેરઠેર ખોદી નાખવામાં આવ્યું હતું.જે કામગીરી દરમિયાન જૂની ગટરોની હાલત પણ જર્જરીત બની છે જેના કારણે ગમે તેટલી સફાઈ કરો પરંતુ પરિસ્થિતિ યથાવત જ રહે છે. તો બીજી તરફ સરકાર દ્વારા સફાઈ અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે 25 ડિસેમ્બરના રોજ ગરબાડા ગ્રામ પંચાયતને પણ ડસ્ટબિન સાથે એટેચ સાયકલો આપવામાં આવી હતી.પરંતુ અગમ્ય કારણોસર પાછલા ત્રણ માસ જેટલો સમય થવા છતાં પણ આ સાઈકલોનો ગ્રામ પંચાયત દ્વારા અગમ્ય કારણોસર આજદિન સુધી ઉપયોગ કરવામાં આવ્યો ન હોવાનું જોવા મળી રહ્યું છે.જે જોતા સફાઇ કામગીરીને લઇને ગ્રામ પંચાયતને રસ ન હોવાનું જોવા મળી રહ્યું છે અને સરકાર દ્વારા ખર્ચવામાં આવેલ સાઇકલો માટેના નાણાંનો દુરુપયોગ થતો હોવાનું જોવા મળી રહ્યું છે હવે જોવું રહ્યું કે ગ્રામ પંચાયત દ્વારા આ સાયકલનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ તે તો આવનાર સમયમાં જ ખબર પડશે હાલમાં સફાઈ માટેની આ સાયકલો શોભાના ગાંઠિયા સમાન બની છે.

Share This Article