દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામના તળાવમાંથી એક 24 વર્ષના યુવકની લાશ મળી આવતા ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ

Editor Dahod Live
2 Min Read

  રાજેન્દ્ર શર્મા /દીપેશ દોશી :- દાહોદ 

દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામના તળાવમાંથી એક 24 વર્ષના યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

દાહોદ તા.23

મરણજનાર મયંકનો ફાઈલ ફોટો 

પ્રાપ્ત માહિતી અનુસાર મળતી પ્રાથમિક માહિતી અનુસાર ગોધરારોડ સનાતન મંદિર નજીકના રહેવાસી મયંક ચૌહાણ નામક 24 વર્ષીય યુવકની લાશ કાળીતળાઈ ગામના તળાવની પાસેથી મળી આવી હતી. આ બનાવની જાણ પોલિસ સહીત આસપાસના લોકોને થતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા જામ્યા હતા. જોકે દાહોદ રૂરલ પોલિસે હાલ મૃતકનોં કબ્જો મેળવી પીએમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે.

 ઘટના સ્થળ નજીકથી મૃતકનોં મોબાઈલ તેમજ ગાડી મળી આવી  

આજરોજ દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામના હાઇવે નજીક આવેલા તળાવમાંથી ગોધરારોડ સનાતન મંદિર નજીક ના 24 વર્ષીય મયંક ચૌહાણ નામક યુવકની લાશ મળી આવી હતી.જયારે તળાવના કિનારેથી યુવકનોં મોબાઈલ તેમજ રોડ પરથી યુવકની મોપેડ જેવી ગાડી પણ મળી આવી હતી.

Contents

મરણજનાર યુવક તળાવ સુધી કેવી રીતે ગયો?તળાવમાં ડૂબીને મર્યો કે હત્યા? પોલિસ તપાસમાં જોતરાઈ 

આજરોજ દાહોદ તાલુકાના ખારી ગામના નેશનલ હાઇવેથી અડીને આવેલા તળાવના કિનારેથી પોલીસને મયંક ચૌહાણ

ની લાશ માળી આવી હતી. તેમજ ગાડી તથા મોબાઈલ પણ મળી આવ્યા હતા.મરણજનાર મયંક કાળીતળાઈ ગામે કેવા સંજોગોમાં પહોંચ્યો? તેની સાથે અન્ય કેટલા લોકો હતા? શું તળાવમાં ન્હાવા પડતા ડૂબીને મર્યો હતો.કે પછી કોઈકે મેલી મુરાદ પુરી પાડવા કાવતરું રચ્યું છે.તે બધું પીએમ રિપોર્ટ અને આગળ પોલિસ તપાસમાં બહાર આવશે.જોકે હાલ તો પોલિસે અકસ્માત સબંધે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

 

Share This Article