Saturday, 23/11/2024
Dark Mode

રાફેલ મુદ્દે મોદી સરકારને ક્લિનચીટ :દાહોદ શહેર ભાજપ દ્રારા રાહુલ ગાંધી ઉપર આક્રોશ વ્યક્ત કરી ધરણાનો કાર્યક્રમ યોજ્યો

રાફેલ મુદ્દે મોદી સરકારને ક્લિનચીટ :દાહોદ શહેર ભાજપ દ્રારા રાહુલ ગાંધી ઉપર આક્રોશ વ્યક્ત કરી ધરણાનો કાર્યક્રમ યોજ્યો

દાહોદ શહેર ભાજપ દ્રારા રાફેલ મુદ્દે રાહુલ ગાંધી ઉપર આક્રોશ વ્યક્ત કરી ધરણાનો કાર્યક્રમ યોજ્યો

દાહોદ ડેસ્ક તા.16 

દાહોદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધરણાનો વિરોધ કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને માફી માંગવા માટે આ ધારણા કરવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની માંગ છે કે રાફેલ મુદ્દે જે રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી તે ટિપ્પણી મુદ્દે તેઓ માફી માંગે આપને જણાવી દઇએ કે રાહુલ ગાંધીએ જે વિવાદિત નિવેદન કર્યું હતું તે મામલે સુપ્રીમ કોર્ટે તેમને માફી બાદ તેમને છુટકારો આપ્યો છે જો કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ભારતીય જનતા પાર્ટી હવે કોંગ્રેસ અને સોનિયા ગાંધી પાસેથી માફીની માંગ કરી રહી છે

અને દાહોદ શહેર ભાજપના નવા વરાયેલા પ્રમુખે વધુમાં જણાવ્યું હતુંકે સુરક્ષા મામલાને ગાફેલ રહેલ કોંગ્રેસની સરકાર અને જે તે વખતના પ્રધાનમંત્રી મનમોહન સિંહે કે જેમને સુરક્ષા મામલે રાફેલ સોદો કર્યો હતો એ વખતના સુરક્ષા મંત્રી એન્ટોનીએ એ રાફેલ મુદ્દો લંબાવ્યો અને સુરક્ષા અને ગંભીરતાને સમજી નહીં અને ટલ્લે ચડ્યો અને 2014માં ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્ર સરકાર બની તે વખતે નરેન્દ્રભાઈ મોદીની સરકારે એ રાફેલ મુદ્દાને જે ટલ્લે ચડેલ મુદ્દો હતો તે રક્ષા સોદો ફ્રાન્સની ગર્વમેન્ટ સાથે ડાયરેક્ટ સરકારથી સરકાર દ્વારા શોધો કરીને અને ઈમાનદારીથી એ શોધો કર્યો જેની સામે રાહુલ ગાંધી અને કોંગ્રેસે એનો વિરોધ નોંધાવી અને ભ્રષ્ટાચાર કર્યો છે એવો પ્રજામાં ગભરાટ ફેલાયેલો ગભરાટ ફેલાવી અને સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો જેની સામે 2018 ડિસેમ્બરમાં એનો ચુકાદો આવ્યો અને નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને ક્લિનચીટ મળી ત્યાર પછી પણ કોંગ્રેસના અસંતુષ્ટ અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરીથી 2019 14 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં આરોપીએ વિચારણા કરવા માટે ફરીથી અરજી કરી જેને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી અને સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને એવી ચેતવણી પણ આપી કે કોઇપણ આધાર પુરાવા વગર આ રીતે જે તમે અપ શબ્દો પ્રધાનમંત્રી સામે બોલો છો અને ખોટા આક્ષેપો કરો છો એ તમારા જેવા વ્યક્તિ માટે યોગ્ય નથી ફરીથી આવી ભૂલ ન થાય એવી ચેતવણી પણ સુપ્રીમ કોર્ટે આપી છે જેના અનુસંધાનમાં દાહોદ જિલ્લા ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અમે રાહુલ ગાંધીનો રાહુલ ગાંધી પ્રત્યે આક્રોશ પ્રગટ કરીએ છીએ એનો વિરોધ કરીએ છે અને જે જુઠાણું ફેલાવે છે કોંગ્રેસ જેની સામે એ આ પ્રજાની માફી માંગે એવો અમે એને સખત વિરોધ કરીએ છીએ અને એવો આગ્રહ રાખીએ છે કે રાહુલ ગાંધી આ જુઠ્ઠાણા સામે માફી માંગે અને ૧૧ થી ૧ એના અનુસંધાનમાં દાહોદ નગરપાલિકા ચોક માં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખેલ છે

error: Content is protected !!