Thursday, 21/11/2024
Dark Mode

સ્માર્ટ સીટી અંતર્ગત 134.04 કરોડના ખર્ચે કાર્યાન્વિત સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તેમજ સીવરેજ પ્રકલ્પોનો થયો ખાતમુહુર્ત

સ્માર્ટ સીટી અંતર્ગત 134.04 કરોડના ખર્ચે કાર્યાન્વિત સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તેમજ સીવરેજ પ્રકલ્પોનો થયો  ખાતમુહુર્ત

ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી 100 સ્માર્ટ સીટી માંથી એક માત્ર પસંદગી પામેલ દાહોદ નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આગામી સમયમાં દાહોદ સ્માર્ટસીટી ડેવલોપમેન્ટ લીએ 823.84 કરોડના ખર્ચે તૈયાર થનાર સ્માર્ટસીટીમાં હાલમાં 501.89 કરોડના કામોના વર્કઓર્ડરો આપી દેવામાં આવ્યા છે અને આગામી સમયમાં 321.95 કરોડના કામોના વર્ક ઓર્ડરો આપી દેવાના છે ત્યારે આજરોજ 134.04 કરોડના ખર્ચે કાર્યાન્વિત સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તેમજ સીવરેજ પ્રકલ્પોનો ખાતમુહુર્ત કરવામાં આવ્યો હતો. 

દાહોદ ડેસ્ક તા. 16

દાહોદ શહેરના ગોદીરોડ ખાતે સ્માર્ટ સીટી અંતર્ગત સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને સીવરેજ પ્રકલ્પોની કામગીરી અંગે ખાતમુહુર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપાના અગ્રણીઓ સહિત કલેક્ટર તેમજ પાલિકાના હોદ્દેદારો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિ. અંતર્ગત દાહોદમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગોદીરોડ ખાતે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને સીવરેજ પ્રકલ્પોની કામગીરીનો શુભારંભ થયો છે. સમગ્ર ભારતમાંથી સ્માર્ટ સીટી કાજે પસંદગી પામેલા ૧૦૦ શહેરો પૈકી એકમાત્ર નગરપાલિકા હોવા છતાંય પસંદ થયું છે. ત્યારે દાહોદના ગોદીરોડ ખાતે પોલીસચોકી નજીક .૧૬-૧૧-‘૧૯ ના રોજ સાંજે ૪ કલાકે આયોજિત કાર્યક્રમમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને સીવરેજ પ્રકલ્પોની કામગીરી અંગે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર અને ગુજરાતના મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે દાહોદમાં સ્માર્ટ સિટીની કાર્યવાહીનો આરંભ થતા આનંદ વ્યાપ્યો છે. બાદમાં આયોજિત સમારંભમાં દાહોદ કલેકટર વિજય ખરાડી, અભિષેક મેડા, સુધીરભાઈ લાલપુરવાલા, પ્રશાંતભાઈ દેસાઈ, સુરેશભાઈ શેઠ, રીનાબેન પંચાલ, સંયુક્તાબેન મોદી, વીણાબેન પલાસ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મહાનુભાવોએ યોજનાની પરિકલ્પનાઓ વિશે માહિતીપ્રદ વકતવ્યો કર્યા હતા.

error: Content is protected !!