Thursday, 21/11/2024
Dark Mode

અહો આશ્ચર્યમઃઆંતરરાજ્ય સરહદો સીલ છતાંય સુખસરનો 8 લોકોનો પરિવાર કુશલગઢ ખાતે અંતિમવિધિમાં પહોંચ્યો: પરત આવતા ફતેપુરા પોલિસે બોર્ડર પર અટકાવી કુશલગઢ મોકલ્યા

અહો આશ્ચર્યમઃઆંતરરાજ્ય સરહદો સીલ છતાંય સુખસરનો 8 લોકોનો પરિવાર કુશલગઢ ખાતે અંતિમવિધિમાં પહોંચ્યો: પરત આવતા ફતેપુરા પોલિસે બોર્ડર પર અટકાવી કુશલગઢ મોકલ્યા

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર મુકામે રહેતા એક વ્યક્તિની સાસુ જે રાજસ્થાનના કુશલગઢ ખાતે રહેતી હોય અને ગતરોજ તેની સાસુનું અવસાન થતાં સુખસર મુકામે રહેતા જમાઈ સહિત આઠ જણા કુશલગઢ ખાતે અંતિમવિધિમાં ગયા હોવાની પોલીસને માહિતી મળતા આ પરિવાર પરત સુખસર ખાતે આવવાના હોવાની પણ પોલીસને માહિતી મળતા પોલીસ રાજસ્થાન બોર્ડર પર એલર્ટ બની છે. આ પરિવાર પોલીસથી સંતાઈ ગતરાત્રીના સમયે અંતરીયાળ વિસ્તારમાંથી પ્રવેશી ઝાલોદમાં પ્રવેશતા પોલીસને આ બાબતની જાણ થતાં પોલીસે તેઓને ત્યાંજ રોકી પરત કુશલગઢ ખાતે રવાના કર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનનું કુશલગઢ હાલ કોરોના સંક્રમણનો હોટસ્પોટ સમાન સ્થળ બની રહ્યું છે.ત્યારે અવાર નવાર અહીંથી આવતા જતાં લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે આવા સમયે દાહોદ જિલ્લાના કોરોના સંક્રમણથી દુર રાખવા માટે વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા રાજસ્થાન તથા મધ્યપ્રદેશની સરહદ વિસ્તાર પર ચાંપતી નજર રાખવામાં આવે તે અત્યંત આવશ્યક છે.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામે સરકારી દવાખાના વિસ્તારમાં રહેતા અતુલભાઈ પુનમચંદ કલાલના સાસુ શાંતીલાલજી શંકરલાલજી પટેલ જે રાજસ્થાનના કુશલગઢ નજીક છોટી સરવા ગામે રહેતા હોઈ અને ગત તા.૧૫મી એપ્રીલના રોજ વહેલી સવારે તેમનું અવસાન થયું હતુ. આ ઘટનાની જાણ અતુલભાઈના પરિવારને થતાં તેઓ એક ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈ પરિવારના ૮ જેટલા સદસ્યો કુશલગઢ ખાતે સાસુની અંતિમક્રિયામાં ગયા હતા. આ બાબતની જાણ સ્થાનીક પોલીસ તેમજ જિલ્લા પોલીસને થતાં તેઓએ આ બાબતની ગંભીર નોંધ લીધી હતી. સ્થાનીક પોલીસ દ્વારા આ પરિવારનો ટેલીફોનીક સંપર્ક સાંધ્યો હતો. પરંતુ પરિવારજનો દ્વારા પોલીસને સંતોષકારક જવાબ અને સરખી રીતે વાત ન કરી પોતાના મોબાઈલ પોન સ્વીચ ઓફ કરી દીધા હતા. આ બાદ પોલીસ એલર્ટ બની હતી. ગતરોજ રાત્રીના સમયે આ પરિવાર ચોરીછુપેથી અંતરીયાળ રસ્તાથી ઝાલોદના મુવાડા ખાતે પ્રવેશ્યા હતા.અહો આશ્ચર્યમઃઆંતરરાજ્ય સરહદો સીલ છતાંય સુખસરનો 8 લોકોનો પરિવાર કુશલગઢ ખાતે અંતિમવિધિમાં પહોંચ્યો: પરત આવતા ફતેપુરા પોલિસે બોર્ડર પર અટકાવી કુશલગઢ મોકલ્યાઅને આ બાબતની જાણ પોલીસને થતાં તાબડતોડ પોલીસ કાફલો દોડી ગયો હતો. મુવાડા આવેલા આ પરિવારજનોને પોલીસે ત્યાંથી જ પરત કુશલગઢ ખાતે મોકલી દીધા હતા અને દાહોદમાં પ્રવેશવા દિધા ન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે હાલ કોરોના વાયરસની મહામારી વચ્ચે સરહદી વિસ્તારમાંથી પરત ફરતા આવા લોકો સામે પોલીસ આગામી દિવસોમાં કેવુ રૂખ અપવાશે તે જાવાનું રહ્યું પરંતુ તંત્રની જાણ બહાર ચોરીછુપેથી લોકો જા સરહદે ઓળંગી શહેરમાં પ્રવેશ કરતાં હોય તો પોલીસ દ્વારા આવા લોકો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી વહેતી થવા પામી છે. હાલ તો જ્યારે આ સુખસરનો પરિવારને કુશલગઢ ખાતે પરત રવાના કરવામાં આવ્યો છે પરંતુ જ્યારે તેઓ વતન પરત આવશે ત્યારે પોલીસ દ્વારા તેઓની સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું.

error: Content is protected !!