Thursday, 21/11/2024
Dark Mode

ગરબાડાના કોરોના સંક્રમિત યુવકના સંપર્કમાં આવેલા 27 માંથી 17 લોકોના રિપોર્ટ નેગેટિવ: દસના રિપોર્ટ બાકી

ગરબાડાના કોરોના સંક્રમિત યુવકના સંપર્કમાં આવેલા 27 માંથી 17 લોકોના રિપોર્ટ નેગેટિવ: દસના રિપોર્ટ બાકી

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૧૬

હાલ દાહોદ શહેરમાં કોરોના સંક્રમણના પગલે ત્રણ કોરોના ના કેસો નોંધાઈ ચુક્યા છે ત્યારે 27 સેમ્પલ પૈકી ૧૭ ના રિપોર્ટો નેગેટીવ તેમજ આઠ રેપીટ સેમ્પલ તથા બે સેમ્પલ ની રાહ જોવાઇ રહી છે. ગરબાડા તાલુકાના ભીલોઇ ગામના 27 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ હાલ આરોગ્ય તંત્રના ધામા ગામડાઓ તરફ જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા કોરોના નું સંક્રમણ વધુ ન ફેલાય તેની તકેદારી રાખી ખાસ કરીને ગરબાડામાં તપાસની કામગીરી કરવામાં આવી રહી છે.

દાહોદ શહેરમાં કોરોનાવાયરસ નો પ્રથમ કેસ ઇન્દોર થી આવેલ બાળકીનો નોંધાવ્યા બાદ તેના સંપર્કમાં આવેલ એક આરોગ્ય કર્મચારીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આબાદ ગરબાના 27 વર્ષીય યુવકનો રિપોર્ટ જે રાજસ્થાનના ભવાનીમંડી માંથી દાહોદ આવ્યા બાદ તેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા ની સાથે વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર દોડધામમાં દ્રશ્યો સર્જાયા છે.ત્યારે બીજી તરફ 27 સેમ્પલ પૈકી ૧૭ ના રિપોર્ટો નેગેટિવ આવ્યા છે.જ્યારે આઠ રેપીટ સેમ્પલ તેમજ બે રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આમ દાહોદ શહેર કોરોનાવાયરસનું સંક્રમણ વધુ ના ફેલાઈ તેની તકેદારી ને ધ્યાને રાખી આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા ખાસ કરીને ગરબાડા તાલુકાના ભીલોઇ ગામે તપાસનો ધમધમાટ શરૂ કર્યું છે.અને આ યુવકના સંપર્કમાં કોણ આવ્યું છે? તે તરફ પણ આરોગ્ય તંત્રની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

error: Content is protected !!