કોરોનાનો ખતરો……. ગરબાડાના શાકમાર્કેટ સતત બે દિવસથી બંધ:કોરોના સંક્રમણના કેસથી લોકોમાં ફફડાટ

Editor Dahod Live
2 Min Read

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડાના ભીલવામાં કોરોના પોઝિટિવનો કેસ આવતા પાછલા બે દિવસથી ગરબાડા નું શાકભાજી માર્કેટ બંધ,આવતીકાલથી ગરબાડાના ફળિયાઓમાં જ શાકભાજી વેચનાર ફેરીઓ આવશે,યુવાન ગરબાડાના શાકમાર્કેટમાં લસણ વેચવા આવતો હોવાની ચર્ચા

ગરબાડા તા.16

ગરબાડા ગામની નજીક ભીલવા ગામના યુવકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જ ગરબાડાનું હંગામી શાકમાર્કેટ કે જ્યાં રોજ વહેલી સવારથી જ હાટ બજાર જેવો માહોલ જોવા મળતો હતો તેના સ્થાને આ જગ્યા હાલમાં સુનસાન ભાસી રહી છે. નગરની તમામ દુકાનો પણ જડબેસલાક બંધ રાખવામાં આવી રહી છે. તો બીજી તરફ આ યુવાન ગરબાડાના શાકમાર્કેટમાં   લસણ વેચવા આવતો હોવાની અફવાના પગલે સ્થાનિક અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ગરબાડામાં શાકભાજી વેચવા આવતા તમામ લોકોએ સ્વૈચ્છિક રીતે શાકભાજી વેચવાનું બંધ કરી દેતા હાલમાં નગરના પ્રજાજનોને શાકભાજી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે બાબતે ગરબાડા નાયબ મામલતદાર હાર્દિકભાઈ જોષી સાથે વાત કરતા તેઓ દ્વારા નગરની પ્રજા ને ફળિયા દીઠ શાકભાજી ની સુવિધા મળી રહે તે માટે ની વ્યવસ્થા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે શાકભાજી વેચનાર વ્યક્તિ નળવાઇ ગામના મહેશ કટારાને મામલતદાર કચેરીએ બોલાવવામાં આવ્યો હતો. પોતાના વાહનમાં ફળિયા દીઠ ઊભો રહીને યોગ્ય ડીસ્ટન જળવાઈ રહે તે રીતે શાકભાજી નું વિતરણ કરવાનું જણાવ્યું હતું.જેથી આજે તારીખ 17 થી શાકભાજી નું વિતરણ ગરબાડા ના તમામ ફળિયામાં કરવામાં આવશે

ફોટો કેપ્શન પ્રસ્તુત પ્રથમ તસ્વીરમાં કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા પહેલાંનું ગરબાડા નું હંગામી શાકમાર્કેટ જ્યારે બીજી તસવીરમાં  કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ નું સુમસામ ભાસી રહેલું શાકમાર્કેટ દ્રશ્યમાન થાય છે

Share This Article