દાહોદ આરટીઓ કચેરીના ડ્રાંઇવિંગ ટ્રેક- દીવાલ વચ્ચે ફોરવહીલ ગાડી ફસાઈ : ચાલકનો થયો આબાદ બચાવ

Editor Dahod Live
1 Min Read

દીપેશ દોશી @ દાહોદ 

દાહોદ તા.16

દાહોદ આરટીઓ કચેરી ખાતે ટેસ્ટ ડ્રાઈવ આપવા આવેલા કારચાલકે પોતાની કબ્જા હેઠળની ફોરવહીલ ગાડીને લઇ ટેસ્ટ આપવા આવ્યો હતો.ત્યારે આરટીઓની હાજરીમા કારચાલકે અચાનક એક્સિલેટર પર પગ મૂકી દેતા ફોરવહીલ ગાડી  ટેસ્ટ ડ્રાઈવ ટ્રેક કૂદીને સાઈડ દીવાલમાં ફસાઈ ગઈ હતી.ત્યારે ત્યાં હાજર લોકોએ કારચાલકને હેમખેમ બહાર કાઢતા આ અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો.ત્યારબાદ આરટીઓ કચેરી દ્વારા ક્રેન બોલાવી ક્રેનની મદદથી કારને બહાર કાઢતા સૌએ રાહતનો દમ લીધો હતો.

Share This Article