જીગ્નેશ બારીઆ / નીલ ડોડીયાર @ દાહોદ
રાજ્ય સરકાર દ્વારા ચારણ, ભરવાડ, અને રબારી સમાજને આદિજાતીના પ્રમાણ પત્રો સંદર્ભે રાજ્યભરના આદિવાસી સમાજમાં વિરોધ વંટોળ ઉભો થયો છે.ત્યારે આદિવાસી સમાજ દ્વારા ગાંધીનગર ખાતે આદિજાતિના પ્રમાણપત્રો રદ્દ કરવાની માગ સાથે છેલ્લા કેટલાય દિવસથી ધરણા પર બૈઠા છે.ત્યારે આજ રોજ દાહોદના આદિવાસી બચાવ સમિતિ દ્વારા મુવાલિયા ક્રોસિંગ ખાતે ભેગા થઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરુદ્ધ સુત્રોચાર કરી પૂતળું દહન કરતા ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર રાજ્યમાં ચારણ ભરવાડ અને રબારી સમાજને અપાયેલ આદિવાસીના પ્રમાણ પત્ર અંગે ઉઠેલા વિરોધ વંટોળમાં દાહોદના મૌર્ય વિસ્તારના લોકો પણ આજે જોતરાયા હતા મોડી સાંજે સાચા આદિવાસી અને આદિવાસી અધિકાર બચાવ સમિતિના નેજા હેઠળ દાહોદના મુવાલિયા ક્રોસિંગ ખાતે કેટલાક કાર્યકરોએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના પૂતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કર્યો હતો છેલ્લા એક મહિનાથી આ સરકારની સામે આંદોલન કરવા છતાં પરિણામ શૂન્ય મળતા અમે આ વિરોધ ઘર-ઘર સુધી પહોંચાડીશું તેઓ હું કાર પણ કર્યો હતો તો નીતિન પટેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યો હતો અને ન્યાય ન મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાનો પણ જણાવ્યું હતું.