Thursday, 21/11/2024
Dark Mode

“સાવધાન” આપ પોલિસ તંત્રની તીસરી આંખની નિગરાણી હેઠળ છો: દાહોદ શહેરમાં CCTV કેમેરા કાર્યાન્વિત થયા

“સાવધાન” આપ  પોલિસ તંત્રની તીસરી આંખની નિગરાણી હેઠળ છો: દાહોદ શહેરમાં CCTV કેમેરા કાર્યાન્વિત થયા

 જીગ્નેશ બારીઆ @ દાહોદ 

દાહોદ તા.16

કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના સ્માર્ટ સિટી અંતર્ગત દાહોદ શહેરના મુખ્ય માર્ગો અને મહત્વના અન્ય વિસ્તારોમાં લાંબા સમયથી લાગી રહેલા CCTV કેમેરાની સુવિધા અને તે અંતર્ગત ઊંચા ટાવર લગાવવાની મોટાભાગની કાર્યવાહી સંપન્ન થઈ જવા પામી છે .ત્યારે દાહોદ શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા શરૂ થઈ જવા પામ્યા છે અને તેનું ઓપરેટિંગ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જિલ્લા સેવા સદન ખાતેથી થઇ રહ્યું છે.ત્યારે વાહનચાલકો જાહેર રસ્તા આડેધડ વાહન પાર્ક કરી ટ્રાફિકમાં અડચણરૂપ અન્ય દબાણો, તેમજ ગુનાહિત પ્રવર્તી પર પોલિસતંત્ર દ્વારા બાજનજર રાખવામાં આવી રહી છે.તેમજ ટ્રાફિક નિયમનનું ભંગ કરનારા વ્યક્તિઓના હવેથી ખિસ્સા હળવા થવાના છે..પોલિસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમનનું ભંગ કરનાર વાહનચાલકોને ઈ.ચાલાન પર આપવામાં આવવાનું છે.

ગત.તારીખ 11/01/2020 ને શનિવારના રોજ દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ભરમાં વિશ્વાસ પ્રોજેકટ ( VISWAS પ્રોજેક્ટ )નો શુભારંભ થયો હતો .ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓને નાથવા તેમજ નાગરિકોની સુરક્ષા વધારવાના શુભ આશય સાથે વિશ્વાસ વીડિયો ઇન્ટીગેશન એન્ડ સ્ટેટ વાઈડ એડવાન્સ સિક્યુરિટી (VISWAS ) દ્વારા દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત CRR કમાન્ડ કંટ્રોલ રૂમ ખાતે હાલમાં 173 કેમેરા ઇન્સ્ટોલ થઇ ચુક્યા છે અને એચ.ડી પણ વધુ ઉંચુ એવું 4K Resolution ધરાવતા બીજા 30 કેમેરા જે સરકારમાંથી આવતા ટૂંક સમયમાં કાર્યરત થશે . તો આગામી દિવસોમાં સ્માર્ટ સિટી તરીકે વિકાસ પામનાર દાહોદમાં વધુ 200 CCTV કેમેરા લગાવવામાં આવશે . દાહોદ શહેરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરા થકી પોલીસ હેડક્વાર્ટર પરિસરમાં બનાવેલ કંટ્રોલ રૂમમાંથી પોલીસ કર્મીઓ દ્વારા 24X7 શહેરના દરેક વિસ્તાર પર બાઝ નજર રખાઈ રહી છે.દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે દાહોદના સ્ટેશન રોડ , ગાંધી ચોક , તળાવ ચોક દેસાઈવાડ , દાહોદ એમજી રોડ , ગોધરા રોડ સહિત કુલ ૪૦ લોકેશન ઉપર 203 CCTV કેમેરા લગાવવાની કાર્યવાહી પૈકી 173 કેમેરાની કાર્યવાહી પૂર્ણ થઈ જવા પામી છે . શહેરવાસીઓને CCTV કેમેરાની સુવિધાનો લાભ મળવાનો શુભારંભ થઈ ચુક્યો છે . કુલ 36 સ્કિન સાથે એક વિશાળ વીડિયો વોલની વિશેષ સુવિધા કાર્યાન્વિત થઈ છે .આ સુવિધા દ્વારા શહેરમાં આવાગમન કરતા લોકો અને વાહનો પર કન્ટ્રોલ રૂમમાં બેઠા બેઠા જ પોલીસની બાજનજર રહેશે અને અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ થઈ શકશે અને દાહોદવાસીઓની સુરક્ષામાં વધારો જોવા મળશે તે હેતુથી કંટ્રોલ રૂમ ઉપરથી દરેક આવાજાહી અને ગુનાહિત પ્રવૃતિઓ ઉપર બાજ નજર રખાશે .

error: Content is protected !!