Thursday, 21/11/2024
Dark Mode

“પાણી વહ્યાં બાદ પાળ બાંધવા જેવો ઘાટ સર્જાયો”:જિલ્લામાં કોરોના સંક્રમણની વચ્ચે દેવગઢ બારિયામાં પિતાની અંતિમવિધિમાં સુરતથી આવેલ ત્રણ મહિલાઓને પરત મોકલતું વહીવટીતંત્ર

“પાણી વહ્યાં બાદ પાળ બાંધવા જેવો ઘાટ સર્જાયો”:જિલ્લામાં કોરોના સંક્રમણની વચ્ચે દેવગઢ બારિયામાં પિતાની અંતિમવિધિમાં સુરતથી આવેલ ત્રણ મહિલાઓને પરત મોકલતું વહીવટીતંત્ર

રાજેન્દ્ર શર્મા @ દાહોદ ડેસ્ક 

દેવગઢ બારીયા નગરમાં પિતાનું મોત થતા અંતિમ વિધિમાં સુરતથી આવેલ પુત્રીઓને કોરોનોના વાઈરસને લઇ પોલીસે પરત કરી, નગરના કન્યાશાળા રોડ ઉપર રહેતા એક વૃદ્ધનું આકસ્મિક મોત થયું,પિતાનું આકસ્મિક મોત થતાં સુરત રહેતી પુત્રીઓ અંતિમ વિધિમાં દેવગઢ બારિયા આવી, સાગારામાં ચોકડી ઉપરના પોલીસ પોઇન્ટ ની પોલીસે ગાડી રોકી લઈ સેનેટાઇઝ કરાઈ દાહોદ જિલ્લામાં અન્ય કોરોનોના કેસ ના વધે તેની તકેદારી લેતું પોલીસ તંત્ર, પિતાનું મૃત્યુ થતાં સુરત થી દોડી આવેલી ત્રણ પુત્રી જમાઈ ને સુરત પરત મોકલી.

દાહોદ તા.15

દેવગઢ બારીઆ નગર માં રહેતા એક બ્રાહ્મણ પરિવારના વૃદ્ધ નું આકસ્મિક મોત થતા અંતિમ વિધિમાં તેની ત્રણ પુત્રીઓ સહિત જમાઈ સુરતથી આવતા કોરોના વાઈરસને લઇ તકેદારીના ભાગ રૂપે પોલીસે પરત સુરત મોકલી આપ્યા હતા.

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગર કન્યા શાળા રોડ ઉપર રહેતા અંબાલાલ પંડ્યા ઉ .આશરે ૬૭ નાઓને ગત તારીખ 14 એપ્રિલ ના રોજ રાત્રીના છાતીમાં દુખાવો થતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા જ્યાં તેઓનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. અને તેમને તેમના ઘરે લાવેલા ત્યારે મરણ જનાર અંબાલાલ પંડ્યાની ત્રણ પુત્રીઓ સુરત ખાતે રહેતી હોય અને પોતાના પિતાનો મોતની જાણ કરતા ત્રણ પુત્રીઓ પોતાના પિતાની અંતિમ વિધિમાં એક ગાડી લઈને બારીયા આવવા નીકળેલ ક્યારે દાહોદ જિલ્લાની હદમાં પ્રવેશતા દેવગઢ બારિયા તાલુકાના સાગારામાં ગામે પોલીસ ચેકપોસ્ટ ઉપર હાજર પોલીસે તેમને રોકી પૂછપરછ કરતા પોતાના પિતાના મોત થયો હોવાનું જણાવેલ અને તેઓની અંતિમ વિધિમાં સુરત થી આવ્યા હોવાનું જણાવતા પોલીસે તેમને ત્યાં જ રોકી દીધેલ અને હાજર આરોગ્ય તંત્ર દ્વારા સુરતથી આવેલ ત્રણ પુત્રી એક જમાઈ અને ડ્રાઇવરનું પ્રાથમિક મેડિકલ ચેકઅપ કરેલ ત્યારે સ્થાનિક પોલીસે તેમના ઉત્તરાધિકારીને સુરતથી આવેલ વાહન રોક્યું હોવાનું જણાવતા સ્થાનિક પી.આઈ . ડી.વાય.એસ.પી. સહીત પ્રાંત અધિકારી સાગારામા ખાતે પહોંચી જઈ પિતાની અંતિમ વિધિમાં આવેલ ત્રણેય પુત્રીઓને સમજાવટ બાદ તેઓ પિતાના અંતિમ દર્શન કરવાની જીદ પકડતા સ્થાનિક અધિકારીઓએ અગાઉ દાહોદ જિલ્લામાં સૌપ્રથમ જે કોરોનાનો કેસ નોધાયો હતો.તેમાં પણ પોતાના નાનાની દફનવિધિ ઇન્દોર થી આવેલી 9 વર્ષની પુત્રીને પણ કોરોના પોઝિટિવ આવતા અન્ય કર્મચારી પણ કોરોના સંક્રમણમાં આવી ગયેલ હોવાનું જણાવેલ અને તમારી જીદ ને કારણે ક્યાંક તમારો પરિવાર પણ આ કોરોના  સંક્રમણમાં આવી જાય તેમ અધિકારીઓ જણાવતા ત્રણેય પુત્રીઓ આખરે પોલીસની વાત માની લીધી હતી. અને પોતાના પિતાની અંતિમ દર્શન કરવા માંગ કરી હતી.ત્યારે પોલીસે  તેમની ગાડીને સૌપ્રથમ સેનેટાઇઝ કરી પોલીસ બંદોબસ્ત સાથે તેમની ગાડી સ્મશાનગૃહમાં લઇ જઇ ગાડીમાં  રહી તેના પિતાના અંતિમ અંતિમ દર્શન કરાવી પોલીસ બંદોબસ્ત સાથે પરિવારના કોઈ પણ સભ્યને મળ્યા વગર પરત દાહોદ જિલ્લાની હદ બહાર આવી સુરત મોકલી આપેલ ત્યારે દાહોદના સૌપ્રથમ કોરોનાના કેસને લઈ પોલીસ પણ દૂધનો દાઝ્યો છાશ ફૂંકી ફૂંકીને પીવે કેમ જોવાય રહી હતી ત્યારે સુરત થી દાહોદ જિલ્લાની હદ સુધી આ ગાડી કેવી રીતના આવી તેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.ત્યારે હાઇવે ઉપર તેમજ અન્ય વિસ્તારમાં ખાનગી વાહનો બેરોકટોક નીકળતા હોવાનું પણ દેખાઈ રહ્યું છે.ત્યારે હાલમાં કેટલાક લોકો ચોરીછૂપીથી પણ પોતાના ગામમાં આવીને રહેતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.ત્યારે વહિવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવાય તેવી માંગ ઉઠવા પામી છે.

તસવીર.. દેવગઢ બારીયામાં પિતાની મોતના અંતિમવિધિમાં થી આવેલ પુત્રીઓની ગાડીને સેનીટાઇઝ કરતા દ્રશ્યમાન થાય છે.

error: Content is protected !!