Friday, 22/11/2024
Dark Mode

કોરોના ઇફેક્ટ…. ગરબાડાની છ ગ્રામપંચાયતોમાં 15 હજાર માસ્કનું વિતરણ કરાયું

કોરોના ઇફેક્ટ…. ગરબાડાની છ ગ્રામપંચાયતોમાં 15 હજાર માસ્કનું વિતરણ કરાયું

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તા.15

ગરબાડા તાલુકાના ભીલવા ગામે રહેતા ઇસમ કોરોના પોઝિટિવ આવ્યા પછી ગરબાડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.ગભરાટના માર્યા સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ સર્જાવા પામ્યો છે.ત્યારે ચોકી ઊઠેલા તંત્રે પણ પગલા લેવાનું શરૂ કર્યું છે.ગરબાડાની છ જેટલી ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યો દ્વારા સમગ્ર વિસ્તારમાં આજે માસ્કનું વિતરણ કરાયું હતું.15 હજાર જેટલા માસના વિતરણમાં ભીલવા ગામે ત્રણ હજાર  ગુગરડી ત્રણ હજાર ગરબાડા ગામમાં ચાર હજાર નવા ફળિયામાં 1200 ખારવા ગામે પંદરસો અને ભીલોઈ  ગામે 1500 જેટલા માસ્કનુ યુદ્ધના ધોરણે વિતરણ કરવામાં આવ્યું છે તથા તમામ લોકોને લોક ડાઉનના કડક નિયમોનું પાલન કરવા સમજાવવામાં આવ્યા છે જીવન જરૂરિયાતની વસ્તુ માટે બહાર ના નીકળતા જે તે સરપંચને જાણ કરવાથી તેમને ત્યાં વસ્તુ પહોંચાડવાની પણ પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આમ ભીલવા માં એક પોઝીટીવ કેસથી ગરબાડા ખાતે ઇફેક્ટ થવા પામી છે.ત્યારે આ માસ્કનું વિતરણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

error: Content is protected !!