Thursday, 21/11/2024
Dark Mode

મનરેગામાં કરાર આધારિત કર્મચારીને 6 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડતી દાહોદ એસીબી

મનરેગામાં કરાર આધારિત કર્મચારીને 6 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડતી દાહોદ એસીબી

દાહોદ એસીબી પોલીસે ધાનપુરના મનરેગા કરાર આધારીત કર્મચારીને રૂ.૬ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડતાં લાંચિયા તત્વોમાં ફફડાટ ફેલાયો 

દાહોદ ડેસ્ક તા.૧૩
દાહોદ શહેરમાં આજરોજ એક મનરેગા શાખા,ધાનપુરનો કરાર આધારિત કર્મચારી એક જાગૃત નાગરિક પાસેથી ચેકડેમ બનાવવા માટેના વર્ક ઓર્ડર બનાવી આપવા માટે રૂ.૬૦૦૦ની લાંચ લેતા એસીબી પોલીસના હાથે રંગેહાથે ઝડપાઈ જતાં પંથકમાં ખળભળાટ સાથે લાંચીયા કર્મચારીઓમાં ફફડાટનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.
હર્ષદ રમેશભાઈ ગારી (ઉ.વ.૨૯, ૧૧ માસના કરાર આધારિત કર્મચારી, મનરેગા શાખા, ધાનપુર,જી.દાહોદ, રહે.પીપળી,ગારી ફળિયું, તા.લીમખેડા,જી.દાહોદ) દ્વારા એક જાગૃત નાગરિક પાસે બે સર્વે નંબરમાં ચેકડેમ બનાવવા માટેના વર્ક ઓર્ડર બનાવી આપવા માટે હર્ષદ રમેશભાઈ ગારીએ સર્વે નંબર દીઠ રૂ.૫૦૦૦ પ્રમાણે ૧૦ હજારવી માંગણી જાગૃત નાગરિક પાસેથી કહી હતી. આ બાદ રકઝકના અંતે બંન્ને કામના મળી રૂ.૬૦૦૦ નક્કી કર્યા હતા પરંતુ આ પૈસા જાગૃત નાગરિક આપવા માંગતા ન હોય આ બાબતે જાગૃત નાગરિકે દાહોદ એસીબી પોલીસનો સંપર્ક કર્યાે હતો. આ બાદ જાગૃત નાગરિક દ્વારા આ લાંચના પૈસા હર્ષદભાઈને આપવા દાહોદ ભગીની સમાજ પાસે જાહેર માર્ગ પર બોલાવ્યો હતો જ્યા દાહોદ એસીબી પોલીસ ઈન્સ્પેક્ટર એ.કે.વાઘેલા તથા તેમની ટીમે આગોતરૂ આયોજન કરી સુસજ્જ ગોઠવાઈ ગયા હતા અને આ દરમ્યાન હર્ષદ રમેશભાઈ ગારી જાગૃત નાગરિક પાસે લાંચના પૈસા લેવા આવતાં જાગૃત નાગરિક પાસેથી રૂ.૬૦૦૦ લેતા રંગેહાથે એસીબી પોલીસના ઝટકામાં આવી જતાં આ મનરેગાનો કર્મચારી હર્ષદ ગારી રંગેહાથે ઝડપાઈ ગયો હતો.
એસીબી પોલીસે આ મનરેગા કર્મચારી હર્ષદ ગારી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસનો દોર શરૂ કર્યાે છે.

error: Content is protected !!