દાહોદના બાવકામાં શિકારની શોધમાં આવેલી અઢી વર્ષની દીપડી કુવામાં ખાબકી:વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરી બહાર કઢાઈ

Editor Dahod Live
1 Min Read

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તા.13

દાહોદના બાવકામાં કુવા પડેલ અઢી વર્ષની દીપડીને રેસ્ક્યુ કરવામાં આવી,જેસાવાડા પોલીસ અને રામપુરા ફોરેસ્ટ ટીમ દ્વારા રેસ્ક્યુ ની કામગીરી કરવામાં આવી

Contents

દાહોદ તાલુકાના બાવકા ગામે વસ્તીથી દૂર આવેલ એક અવાવરૂ કુવામાં તારીખ 11 મીની રાત્રિના શિકારની શોધમાં એક દીપડી કુવામાં ખાબકી હતી.જોકે કૂવામાં બેસવાની જગ્યા મળી જવાના કારણે આ દીપડી આખી રાત કૂવામાં બેસી રહી હતી. વહેલી સવારમાં બકરાં ચરાવનાર છોકરાઓ દ્વારા કૂવામાં દીપડો કે દીપડી હોવાની જાણ થતા સમગ્ર ઘટનાની જાણ સરપંચ ને કરવામાં આવી હતી સરપંચ દ્વારા આ બાબતે રામપુરા રેન્જના ફોરેસ્ટર એન એન બારીયા ને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.સાથે જેસાવાડા પી.એસ.આઇ મકવાણા ની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કુવામાં ખાબકેલી દીપડીને અને કુવામાંથી બહાર કાઢવા ખાટલો ઉતારી સાંજના સમયે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો આ બાબતે રામપુરા રેન્જના ફોરેસ્ટર એન એન બારીયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે શિકારની શોધમાં આ બે બે થી અઢી વર્ષની દીપડી કુવામાં ખાબકી હતી જોકે તેને સહી-સલામત બહાર કાઢી જંગલમાં છોડી દેવામાં આવી છે.

Share This Article