ગુજરાત વિધાપીઠ ખાતે યોજાયેલા પદવીદાન કાર્યક્રમમાં લંડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સમ્માનિત થઇ દાહોદનું ગૌરવ વધારતા આચાર્ય રાજાશાસ્ત્રી

Editor Dahod Live
1 Min Read

નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.૧૨
તા.૬,૭ અને ૮માં માર્ચના રોજ અમદાવાદ શહેર ખાતે ગુજરાત વિદ્યાપીઠમાં ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન દ્વારા પદવી દાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં લંડન વલ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા દાહોદના રાજા રાધેશ્યામ શાસ્ત્રીનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ.
સૌથી ઓછી ઉંમરના અને તે પણ સૌથો વધારે યજ્ઞો કરવા બદલ દાહોદના રાજા રાધેશ્યામ શાસ્ત્રીનું અમદાવાદ ખાતે સન્માન કરવામાં આવ્યું હતુ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ તેઓનું નામ સામેલ થવા પામ્યું છે. રાષ્ટ્ર શક્તિ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉષાબેન પટેલ તેમ ગુજરાતના ડેપ્યુટી સીએમ નિતીન પટેલે પણ રાજા શાસ્ત્રીની મુલાકાત કરી કરી હતી. આમ, આચાર્ય રાજા શાસ્ત્રીએ દાહોદ તેમજ જિલ્લાનું નામ રોશન કરેલ છે.

Share This Article