Thursday, 21/11/2024
Dark Mode

વડોદરાના વરણામાં પોલીસ નોછબરડો: ‌આર.ટી.ઓ. એપ્લીકેશના આધારે દાહોદના રહીશને દિન-૭માં બાઇક છોડાવી જવા નોટિસ ‌

વડોદરાના વરણામાં  પોલીસ નોછબરડો: ‌આર.ટી.ઓ. એપ્લીકેશના આધારે દાહોદના રહીશને દિન-૭માં બાઇક છોડાવી જવા નોટિસ ‌

જે નંબરના વાહન ની નોટિસ મોકલી તે દાહોદના રહીશને પાસે જ છે! તો પછી વરણામા પોલીસે કોઈ પણ ખરાઇ કર્યા વિના જ નોટિસ પાઠવી : અગર પોલીસ સાચી હોય તો એક જ નંબરના બે વાહન હોઈ શકે? ચર્ચાતો પ્રશ્ન

દાહોદ ડેસ્ક તા.12

અહો વૈચીત્રમ્‌.. વડોદરા જિલ્લાની વરણામાં પોલિસ મથકનો આશ્ચર્યજનક કિસ્સો બહાર આવવા પામ્યો છે. વરણામાં પોલિસે દાહોદ શહેરના ગોધરા રોડ સિધ્ધેશ્વરી સોસાયટી ખાતે રહેતાં સત્યપ્રકાશ જગનપ્રકાશ શર્માને એક નોટીસ આપી તેઓનું વાહન ગુન્હા રજીસ્ટ્રર નંબર ૭૪/૨૦૧૮ આઈ.પી.સી.૩૮૯ મુજબ ના કામે કબ્જે લીધા હોવાનું અને નોટીસ મળી દિન ૭માં વાહન છોડાવી જવાનું જણાવતાં ભારે આશ્ચર્ય ફેલાવા પામ્યુ છે. કારણ કે, વરણામાં પોલિસે કબજે લીધેલું વાહન નંબર જી.જે.૨૦.એ.એ.૯૯૪૩ આજની તારીખે પણ સદર સત્યપ્રકાશ પાસે હયાત છે અને તે ફેરવી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, વરણામાં પોલિસે માત્ર નંબરના આધારે કોઈપણ પ્રકારનું વેરીફીકેશન કર્યા વગર સીધે સીધે આર.ટી.ઓ. એપ્લીકેશન અથવા આર.ટી.ઓ.દ્વારા ખરાઈ કરી હોવાનુ જણાવ્યુ છે. ત્યારે પ્રશ્ન તે ઉપસ્થિત થાય છે કે, પોલિસે જપ્ત કરેલ વાહનનું એન્જીન નંબર અને ચેચીસ નંબર ચેક કર્યુ છે કે નહીં કારણ કે, નોટીસમાં દર્શાવેલ નંબર એન્જીન નંબર અને ચેચીસ નંબરવાળી ગાડી હમણા પણ દાહોદ માલિક પાસે હયાત છે. તેઓને પોતાની ગાડી પોલિસે જપ્ત કરી હોવાની નોટીસ મળતાં તેઓ ચોકીં ઉઠ્યા છે ત્યારે પોલિસના આ છબરડા અંગે શહેરમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે.

વરણામાં પોલિસે આપેલી નોટીસમાં જણાવ્યુ છે કે,

આથી તમો સત્યપ્રકાશ જગનપ્રસાદ શર્મા રહેવાસી સિધ્ધેશ્વરી સોસાયટી ગોધરા રોડ દાહોદ આપને આ નોટીસ આપી જણાવવાનું કે, વરણામાં પોલિસ સ્ટેશન ગુના રજી.નંબર – ૧ ગુ.ર.નં.૨૦૧૮ આઈપીસી ૩૭૯ મુજબના કામે વાહન પ્રકાર હીરો હોન્ડા સ્પ્લેન્ડરનો રજી.નંબર જી.જે.૨૦ એએ ૯૯૪૩ એન્જીન નંબર એચએ૧૦ઈઆરઈએચએલ૧૮૮૦૧ ચેસીસ નબંર  એમબીએલએચએ૧૦ બીએફઈએચએલ૭૯૯૩૦ વાળાને વરણામાં પોલિસ દ્વારા કબજે કરવામાં આવેલ છે.

સદર વાહનના ખરા માહિકીપણાની ખાત્રી કરતાં આર.ટી.ઓ.શ્રી તરફથી સદર વાહનના માલિક તરીકે તમારૂ આર.ટી.ઓશ્રી તરફથી લખાઈ આવેલ છે. આફ તેના અધિકૃત રીતે આપેલ હોય અથવા તો મિ.મ અનુસાર સોંપેલ હોય તો તેના પુરાવા અત્રે રજુ કરવા.

સદર વાહનને પોલિસ સ્ટેશનમાં જાળવણી કરવામાં મુશ્કેલી થાય છેતેને મુકવા માટે જગ્યાનો અભાવ છે તથા લાંબો સમય પડ્યા રહેવાથી તેની બોડી, એન્જીન,ચેસીસ, રંગ તથા સ્પેરપાર્ટ વિગેરે ખરાબ થઈ તેની કિંમત ઘટી જાય છે. આથી આફને જણાવવામાં આવે છે કે, આ નોટીસ આપને મળ્યાથી દિન – ૭માં વાહન છોડાવી જવા સારૂ નિયત નમુનાવી અરજી નામદાર કોર્ટમાં કરી નિયત શરતોએ વાહન છોડાવી જવું.(અરજીનો નમુનો સામેલ છે). આથી આ નોટીસ મળ્યેથી દિન ૭માં અત્રેનાં પો.સ્ટે.નો સંપર્ક કરી વાહન છોડાવવાની કાર્યવાહી કરી લેવા જણાવવામાં આવે છે. આ સંબંધે આપને કોઈ મુશ્કેલી હોય તો ઉપર જણાવેલ પોલિસ સ્ટેશનના ફોન નંબર પર સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકો છે. આ સાથે સામેલ જવાબમાં લાગુ પડતી વિગત ટીક કરીને આફનો જવાબ બિનચુક વળતી ટપાલથી મોકલી આપવા નોંધ લેશો. જા આપના તરફથી કોઈ જવાબ આપવામાં નહીં આવે તો તમો તમારા વાહન પરનો હક્ક સ્વેચ્છાએ જતો કરો છો તેમ માની આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

આશ્ચર્યની વાત એ છે કે, પોલીસે માત્ર જો નંબરને આધારે આ નોટીસ ઈસ્યુ કરી હોય તો જે બાઈક કબજે કરી છે તો તે બાઈક પર બોગસ નંબર પ્લેટ નંબર લગાવી છે? તે બાઈકના એન્જીન નંબર અને ચેચીસ નંબર વેરીફાઈ કરવામાં આવ્યા છે ? કે કેમ તેવા અનેક પ્રશ્ન ઉદ્‌ભવવા પામે છે અને જા પોલિસે એન્જીન નંબર અને ચેચીસ નંબર વેરીફાઈ કર્યા ન હોય અને અંદાજે આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરી હોય તો પોલિસ તંત્રની ગંભીર નિષ્કાળજી ધ્યાને આવી રહી હોવાનું લાગી રહ્યુ છે. અને જા એન્જીન નંબર અને ચેચીસ નંબર વેરીફાઈ કર્યા હોય તો એક જ નંબરની બે ગાડી અસ્તિત્વમાં આવી કેવી રીતે તે તપાસનો વિષય છે. કારણ કે પોલિસે આપેલ નોટીસવાળી મોટરસાઈકલ હાલ પણ દાહોદના માલિક પાસે હયાત છે. અને તે દાહોદના માર્ગાે પર ફેરવી રહ્યા છે તે તસ્વીરમાં જણાઈ આવે છે. તો પછી આ પોલિસની નિષ્કાળજી છે કે પછી છબરડો છે કે પછી આ મોટરસાઈકલ ચોરીની છે તે તમામ બાબત તપાસનો વિષય છે.

—————-———————————————-

error: Content is protected !!