Thursday, 21/11/2024
Dark Mode

દલિત સમાજની દિકરી સાથે દુર્વ્યવહાર,તેમજ બળાત્કાર કરી હત્યાના વિરોધમાં બહુજન સમાજ દ્વારા રાજ્યપાલને આવેદન પાઠવવામાં આવ્યું

દલિત સમાજની દિકરી સાથે દુર્વ્યવહાર,તેમજ બળાત્કાર કરી હત્યાના વિરોધમાં બહુજન સમાજ દ્વારા રાજ્યપાલને આવેદન પાઠવવામાં આવ્યું

જીગ્નેશ બારીઆ @ દાહોદ /હિતેશ કલાલ @ સુખસર 

રાજ્યમાં તાજેતરમાં બે ગેરબંધારણીય તેમજ ગુજરાતના ૪૮ જેટલા દલિતોની અસ્મિતા, ગૌરવ અને સન્માન,અસ્તિત્વને ઠેસ પહોંચાડે તેવી સમગ્ર ગુજરાતને હચમચાવી મુકનાર બનેલી ઘટનાઓમાં દલિત દીકરીઓ ઉપર થયો અત્યાચાર,દાહોદ ડેપો ખાતે ફરજ બજાવતાં મહિલા કંડક્ટરને જાતિ વિરૂધ્ધ અપશબ્દો  કહી સમગ્ર જાતિને અપમાનિત કરી કંડક્ટરને ડબલ નોકરી ઉપરાંત ધાકધમકીની પરિભાષામાં કરી અપમાનીત મોડાસામાં દલિત દિકરી ઉપર બળાત્કાર અને હત્યા કરી ફેંકી દીધી ઉપરોક્ત બનાવોમાં ન્યાય મેળવવા બાબતે દલિત સમાજ દ્વારા દાહોદ પ્રાંત અધિકારીને તેમજ સંતરામપુર મામલતદાર ને આવેદન પાઠવ્યું  

દાહોદ તા.૧૦

જેનુ મોડલ આખા દેશમાં વખણાય છે તેવા ગુજરાત રાજ્યમાં તાજેતરમાં બે ગેરબંધારણીય તેમજ ગુજરાતના ૪૮ જેટલા દલિતોની અસ્મિતા, ગૌરવ અને સન્માન તેમજ અસ્તિત્વને ઠેસ પહોંચાડે તેવી સમગ્ર ગુજરાતને હચમચાવી મુકનાર બનેલી ઘટનાઓમાં દલિત દીકરીઓ ઉપર થયેલ અત્યાચાર અંગે યોગ્ય ઘટતુ  કરી ન્યાય અપાવવાની માંગણી કરતું આવેદન પત્ર દાહોદ જિલ્લા દલીત સમાજ દ્વારા રાજ્યપાલને મોકલી આપવા દાહોદ પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું હતુ.આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, દાહોદ ડેપો ખાતે ફરજ બજાવતાં મહિલા કંડક્ટરને જાતિ વિરૂધ્ધ અપશબ્દો  કહી સમગ્ર જાતિને અપમાનિત કરી છે તેઓને ડબલ નોકરી ઉપરાંત ધાકધમકીની પરિભાષામાં અપમાનીત કરી છે. સુરક્ષા અધિકારી દિલીપસિંહ ચૌહાણે તથા દાહોદ ડેપોના એ.ટી.આઈ. મુકેશ પટેલ ફોન પર મહિલા કંડક્ટર બાંસવાડા રૂટ પર છે તે દલીત સમાજની હોઈ તેની સાથે જાતી વિશે ગેરબંધારણીય શબ્દો વાપરી ધાકધમકીની પરિભાષામાં વાતચીત કરેલ છે જો આવી જ રીતે તમામ જગ્યાએ અવર જવર કરતાં ફરજ બજાવતાં બહેનોની  સુરક્ષાની જવાબદારી જાતિવાદી માનસિકતાના અધિકારીઆએ પાસે હશે તો શુ આપણા સમાજની સુરક્ષા થશે ખરી? આ ઉપરાંત દલિતો પર અત્યાચાર નિવારણ માટે શુ કોઈ વિશેષ કોર્ટની કાર્યવાહી થઈ શકે કે કેમ? તે અંને ઘટતી કાર્યવાહી હાથ ધરવા જણાવાયું છે.મોડાસા માં દલિત દિકરી ઉપર બળાત્કાર અને હત્યા કરનારા ગુનેગારો ને ફાંસી આપવામાં આવે તેવી સંતરામપુર વિભાગના  બહુજન સમાજ દ્વારા માંગણી સાથે  સંતરામપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મોડાસામાં અનુસુચિત જાતિની દીકરીનું  અપહરણ કરી બળાત્કાર ગુજારી હત્યા કર્યાના માનવ અધિકાર ભંગના ગંભીર બનાવમાં સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગણી કરવામાં આવી છે.  અરવલ્લી જિલ્લાના મોડાસા મુકામે જે અનુસુચિત જાતિની દીકરીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરી ક્રુરતા પુર્વક મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે તેમ છતાં પણ જવાબદાર પોલીસ અધિકારીઓએ પીડીત પરિવારની ફરિયાદ લેવામાં ત્રણથી વધુ દિવસનો સમય લીધો હતો. મૃતક પીડીતા સાથેના ઘટનાને અંજામ આપનારા સૌ કોઈ દોષિતો સામે સત્વરે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસી આપવાની માંગણી કરવામાં આવી છે.

error: Content is protected !!